UNLOCK 1 પહેલા દિવસે કોરોનનો બૉમ્બ ફૂટ્યો, લોકો કોરોનાનું ભાન ભૂલી ગયા કે શું? જાણો વિગત

0

આજથી આખા ભારતમાં અનલૉક 1 લાગુ પડ્યું અને મોટા ભાગના વિસ્તારમાં બધું રાબેતા મુજબ ચાલુ થઇ ગયું. ગુજરાતમાં આજના કેસોની વાત કરીએ તો કોવિડ 19 પોઝિટિવ કેસનો આંક 400ને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ન્યુ 423 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેની સામે 24 કલાકમાં 861 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા છે. મળેલી વિગત પ્રમાણે આજે 25 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 17,217 થયો છે. અને મોતનો કુલ આંક 1063 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 10780 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

અત્યારે અનલોક 1 નો તબક્કો ચાલી રહ્યો છે. આજના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 314, સુરત 39, વડોદરા 31, ગાંધીનગર 11, મહેસાણા 6, બનાસકાંઠા-રાજકોટ-સાબરકાંઠામાં 3-3, આણંદ-પોરબંદરમાં એક એક, ભાવનગર-અરવલ્લી-પંચમહાલ-મહીસાગર-પાટણ-વલસાડ-સુરેન્દ્રનગરમાં એક એક કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા.

આજના દિવસે અવિશ્વસનીય રીતે ડિસ્ચાર્જનો આંક સામે આવ્યો. છેલ્લા એક દિવસમાં 861 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જે ખરેખર સારા સમાચાર છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.