પહેલી બની મહાકાલના પૂજારીના પુત્રને હાર્ટ એટેક આવ્યો: જશ્નમાં ફરાવી તલવાર, રાત્રે સૂઇ ગયો સવારે ઉઠી જ ન શક્યો

મહાકાલેશ્વર મંદિરના પુજારીના 17 વર્ષના પુત્રને હાર્ટ એટેક આવતા બધા ફફડી ઉઠ્યા, છેલ્લો વીડિયો સામે આવ્યો

ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા કેટલાક સમયમાં હાર્ટ એટેકથી મોતના અનેક મામલા સામે આવ્યા છે. ત્યારે હાલમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પૂજારીના 17 વર્ષના દીકરાનું અચાનક મોત થઇ ગયુ. ઉજ્જૈનમાં હાલમાં જ રંગ પંચમીનો અવસર હતો અને પૂરુ શહેર આ પર્વ મનાવી રહ્યુ હતુ. આ દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ મહાકાલેશ્વર મંદિરની ગેર જોરોશોરોથી નીકાળવામાં આવી રહી હતી.

મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો દીકરો મયંક પણ આમાં સામેલ હતો. એવું કહેવામાં આવે છે કે સવારથી જ મયંકની તબિયત ઠીક નહોતી. તે તલવાર સાથે પોતાની કલાબાજીનું પ્રદર્શન કરી રહ્યો હતો અને આ દરમિયાન તેને ગભરામણ થતા તેણે જ્યૂસ પીધો અને પછી ફરી સામેલ થઇ ગયો. થોડીવાર પછી મયંકની તબિયત ફરી બગડી અને તે ઘરે ચાલ્યો ગયો. તેણે આરામ કર્યો પણ આરામ ન મળવા પર અને ગભરામણ વધારે થવા પર તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી પણ તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયુ. આ મામલે ડોક્ટર્સે સાઇલેંટ એટેકની આશંકા જતાવી છે. અચાનક થયેલી મયંકની મોત બાદ મહાકાલ મંદિરના પૂજારીઓમાં ઊંડો શોક છે. આટલી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર મયંકના પરિવારમાં દુખનો માહોલ છે. મયંકનો તલવારબાજીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એક રીપોર્ટ અનુસાર, મયંક લગભગ રાત્રે 10 વાગ્યે ઘરે જઇ સૂઇ ગયો હતો અને સવારે તે ઉઠ્યો જ નહિ.

ડોક્ટર્સનું માનવુ છે કે તેજ અવાજથી વાગી રહેલ બેંડ પણ એટેકનું કારણ હોઇ શકે છે. મયંક બે બહેનોનો એકનો એક ભાઇ હતો, તે અક્ષત કોન્વેંટ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસમાં પણ ઠીક હતો. બહેનો કરતા નાનો હોવાને કારણે તે ઘણો લાડલો પણ હતો.

Shah Jina