સુરતમાં 17 વર્ષની કિશોરી સાથે થયું ગંદુ કામ, યુવકે માંગ્યા અડધા કપડાં પહેરેલા ફોટો, અને પછી…..

તમારી દીકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તો આ જરૂર વાંચજો…જહાંગીરપુરાની 17 વર્ષની વિદ્યાર્થિનીના ગંદા ગંદા ફોટો મંગાવીને…

આજકાલના યુવાનોમાં સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધ્યું છે, આજે મોટાભાગના બાળકો અને યુવાનોના હાથમાં સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનના કારણે તે હંમેશા તેમાં આવતા સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોય છે. વળી આ કોરોનાના કારણે શિક્ષણ પણ ઓનલાઇન બન્યું હોવાના કારણે નાના બાળકો પણ મોબાઈલ વાપરતા હોય છે.

ત્યારે આ સોશિયલ મીડિયાના કેટલાક સારા ફાયદા પણ છે તો કેટલાક ખરાબ ફાયદાઓ પણ. હાલ આવી જ એક ઘટના સુરતના જહાંગીરપુરમાંથી સામે આવી છે, જ્યાં એક 17 વર્ષની કિશોરીને મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા દ્વારા એક યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી ગઈ અને તેને બ્લેક મેઇલિંગનો શિકાર થવું પડ્યું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના જહાંગીરપૂરમાં રહેતી એક 17 વર્ષની કિશોરીને સોશિયલ મીડિયા દ્વારા એક યુવક ધ્રુવ પ્રકાશ સુરતી સાથે મિત્રતા થઇ હતી, મિત્રતા બાદ આ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. સતત વાતચીત થવાના કારણે ધ્રુવે કિશોરી પાસે તેના અડધા કપડાં કાઢેલી તસવીરો મોકલવા માટે જણાવ્યું હતું. જેના બાદ કિશોરીએ તેની તસવીરો પણ મોકલી હતી, જેના બાદ ધ્રુવે અને તેના મિત્રોએ કિશોરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

યુવતીના અડધા કપડાં વાળી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને કિશોરી પાસે ધ્રુવે પહેલા 10 હજાર રૂપિયા પડાવ્યા, જેના બાદ કિશોરીએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો, ત્યારબાદ ધ્રુવે તેના એક મિત્ર કાર્તિકના આઈડીથી કિશોરી સાથે વાત કરી અને ફરી બ્લેકમેઇલ કરી અને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા, જેના બાદ કિશોરીએ કાર્તિકના આઈડીને પણ બ્લોક કરી દીધું હતું.

થોડા સમય બાદ ફરી ધ્રુવે તેની પિતરાઈ બહેનનું આઈડી તેના જાણ બહાર વાપરી અને કિશોરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું, અને તે આઈડી દ્વારા પણ 25 હજાર પડાવ્યા હતા. આ રીતે ધ્રુવે કિશોરીને બ્લેકમેઇલ કરીને કુલ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેના બાદ કિશોરી સતત ડિપ્રેશનમાં રહેવા લાગી, અને તેના મનમાં આપઘાત કરવાના વિચારો પણ આવવા લાગ્યા હતા.

આ ઘટનાથી હેરાન થઇ ચુકેલી કિશોરીએ ઘરમાં કોઈને કહ્યા વગર બે દિવસ પહેલા ઘર છોડી દીધું હતું, પરિવાર દ્વારા તપાસ કરતા આખરે તે મળી આવી હતી અને સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવારે આરોપી ધ્રુવ અને તેના મિત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel