ભારતની 17 વર્ષની છોકરીએ યુક્રેન છોડવાનો કર્યો ઈન્કાર, કારણ જાણીને આંખમાંથી આંસુ આવી જશે

રશિયાના આક્રમણ બાદ લાખો લોકો યુક્રેન છોડી પાડોસી દેશમાં શરણ લઈ રહ્યા છે. એવામાં ભારતના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને યુક્રનેમાંથી પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઘણા વિદ્યાર્થીઓ વતન પરત આવી ચૂક્યા છે તો હજી પણ હજારો લોકો વતન પરત ફરવા માટે લાઈનમાં ઉભા છે. તો બીજી તરફ એક 17 વર્ષની ભારતીય છોકરીએ વતન પરત ફરવાની ના પાડી દીધી છે. તેનું કારણ જાણીને તમે પણ આ દીકરીના જોશને સલામ કરશો.

(प्रतीकात्मक फोटो- AFP)

આ અંગે એવી માહિતી સામે આવી છે કે, આ 17 વર્ષીય છોકરી એક PGમાં રહે છે અને જે ઘરમાં રહે છે તેના માલિક યુદ્ધ લડવા માટે ગયા છે. તેથી આ છોકરીએ નક્કી કર્યું કે તેના બાળકોની સાર સંભાળ રાખવા માટે તેઓ યુક્રેનમાં જ રોકાશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ છોકરીનું નામ નેહા સાંગવાન છે અને તે હરિયાણાની રહેવાશી છે. તેમને ભારત આવવાનો મોકો મળતો હોવા છતા તેમણે પરત આવવાની ના પાડી દીધી છે. આ અંગે તેમણે જે કારણ આપ્યું તેનાથી હર કોઈ આ છોકરીના વખાણ કરી રહ્યા છે.

Ukraine guards stopped Indian students from entering Poland as India abstains from voting at UNSC

નેહાની વાત સાંભળી તમારી આંખો ભીંજાઈ જશે: મળતી માહિતી પ્રમાણે નેહા જે ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે, તેમના માલિક સ્વેચ્છાથી રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં ભાગ લેવા માટે યુક્રેનની સેનામાં ભરતી થયા છે. હાલમાં તેમના ઘરમાં તેમની પત્ની અને ત્રણ નાના બાળકો છે. તેથી ભારતની દીકરી નેહાએ તેમના બાળકોની સંભાળ અને તેમની પત્નીનો સાથ આપવા માટે ત્યાં જ રોકાવાનો નિર્ણય કર્યો છે. જો કે નેહા પાસે દેશ છોડવાનો પુરો મોકો હતો છતા પણ તેમણે મુશ્કેલીમાં આ પરિવારની સાથે રહેવાનું નક્કી કર્યું.

यूक्रेन: रूसियों से जंग लड़ने गया मकान मालिक, बंकर में बच्चों की देखभाल कर रही भारत की नेहा, नहीं लौटना चाहती देश - indian girl refuses to leave Ukraine to help ...

તમને જણાવી દઈએ કે નેહા સાંગવાન હરિયાણાના ચરખી દાદરી જિલ્લાની રહેવાસી છે. તેમણે કતેની માને કહ્યું, હું રહું કે ન રહું, પરંતુ હું આ પરિસ્થિતિમાં આ બાળકો અને તેની માતાને ન છોડી શકું. નેહાએ ગયા વર્ષે જ યુક્રેનમાં એક મેડિકલ કોલેજમાં એડમિશન લીધુ હતું. રિપોર્ટ પ્રમાણે નેહા પોતાના પિતાના ખોઈ ચૂકી છે. તેમના પિતા ભારતીય સેનામાં ફરજ બતાવતા હતા. હાલમાં હરિયાણાની દીકરી નેહા યુક્રેનમાં મકાન માલિકના પરિવાર સાથે એક બંકરમાં રહે છે.

यूक्रेन जंग में फंसी भारत की 17 साल की नेहा नहीं आएगी वापस, कहा- अगर ये लोग युद्ध में मर जाएं... | India's 17-year-old Neha trapped in Ukraine war will not come

તો બીજી તરફ મેડિકલ સ્ટડન્ટ નેહાના કાકી સવિતા જાખરે એક ફેસબુક પોસ્ટ લખીને આ પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમણે લખ્યું કે, મેડિકલનો અભ્યાસ કરવા ગયેલી અત્યંત નજીકના મિત્રની દીકરી યુક્રેનની રાજઘામી કિવમાં ફસાયેલી છે. હોસ્ટેલમાં જગ્યા ન મળતા તે એક પરિવારને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી પરંતુ હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે, ત્યારે હવે નેહા તે પરિવારને આવી સ્થિતિમાં છોડીને ભારત આવવા તૈયાર નથી. મકાન માલિકે યુક્રેનની આર્મી જોઈન કરી લીધી છે અને તેમની પત્ની અને બાળકો બંકરમાં રહી રહ્યા છે.

What should Indian students stuck in Ukraine do? Indian Embassy in Kyiv issues advisory - India News

આ અંગે સવિતા જાખરે વધુમાં કહ્યું કે ઈન્ડિયન એમ્બેસીએ નેહાનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ નેહાએ યુક્રેન છોડવાની ના પાડી દીધી. તે યુદ્ધ સમાપ્ત થયા બાદ જ ભારત પરત આવશે. ફોન પર નેહાએ કહ્યું, બંકરમાં ઘણા યુક્રેની રહી રહ્યા છે, જો હુમલામાં તેઓ માર્યા જશે તો મને પણ તેની સાથે મરવામાં કોઈ અફસોસ નથી. પરંતુ હુ તેમને એકલા છોડીને નહી આવું. હાલમાં સોશિયલ મીડિયા પર નેહાના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે લાખો લોકો નેહા સલામત રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

YC