સુરતના ડુમસમાં પરિવાર સાથે ગયેલી 17 વર્ષની દીકરીનું કાકાની આંખો સામે જ મૃત્યુ થયું, પરિવારમાં છવાયો માતમ

સુરતમાં ડુમસ ફરવા જતા પહેલા ચેતી જજો: ફક્ત 17 વર્ષની રોશનીનું ડુમસ બીચ પર થયું દર્દનાક મૃત્યુ, આખી ઘટના વિશે વાંચીને હૃદય કંપી ઉઠશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણી બધી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણા લોકો નદી, કેનાલ અને દરિયામાં નાહવા જતા સમયે પણ દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે. હાલ એવી જ એક દુઃખદ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક 17 વર્ષની દીકરીનું દરિયામાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રામપુરાનો એક પરિવાર ડુમસ ફરવા માટે ગયા હતા, ત્યાં કાકા અને ભત્રીજી દરિયામાં નાહવા ગયા ત્યારે મોટું મોજું આવતા જ કાકાની નજર સામે જ તેમની ભત્રીજી દરિયામાં તણાઈ ગઈ હતી. જેના બાદ ભત્રીજીની શોધખોળ કરતા તે મળી આવી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

17 વર્ષીય મૃતકનું નામ રોશની છે અને તે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, તેનો પરિવાર રામપુરા ગાર્ડન ફેકટરી 44માં રહેતો હતો અને તેના પિતા મહેશ સોલંકી હીરા કારખાનામાં સફાઈનું કામકાજ કરે છે. રવિવારની રજા હોવાના કારણે મહેશભાઈ તેમના બીજા ભાઈ જીગ્નેશ અને પરિવાર સાથે ડુમસમાં આવેલા ગણેશ બીચ ઉપર ફરવા માટે ગયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ દરમિયાન સાંજે 4 વાગે રોશની તેના કાકા જીગ્નેશ સાથે દરિયામાં નાહવા માટે ગઈ હતી, ત્યારે જ એક મોટું મોજું આવવાના કારણે જીગ્નેશ અને રોશની મોજામાં ખેંચાઈ ગયા હતા, પરંતુ જીગ્નેશ ડૂબકી મારી અને કિનારે આવી ગયા હતા, જયારે રોશની મોજામાં અંદર તણાઈ ગઈ હતી. પોતાની આંખો સામે જ આ ઘટના જોનારા કાકા જીગ્નેશે રોશનીને બચાવવા બુમાબુમ કરી મૂકી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જીગ્નેશની બુમાબુમ સાંભળીને સ્થાનિક લોકો પણ રોશનીને બચાવવા માટે દોડી આવ્યા હતા, 20 મિનિટ સુધી રોશનીની શોધખોળ કરી હતી, જેના બાદ તે મળી આવતા તેને તાત્કાલિક ખાગની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને ડુમસ પોલીસ પણ દોડી આવી હતી અને તેમને અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel