સુરતમાં 17 વર્ષની દીકરીની લાશ રૂમમાં લટકતી મળી, રૂમમાં જતા પહેલા માતાને કહ્યું હતું કે.. “તૈયાર થઈને આવું છું…”અને થોડીવારમાં જ…..

રાજ્યભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને આજના યુવાનો અને કિશોરી કોઈ નાની નાની વાતે પણ લાગી આવતા આપઘાત કરવાનો વિચાર કરી લે છે, તેમના આપઘાત કરી લીધા બાદ તેમના માતા પિતા અને પરિવારજનો માથે પણ દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. (તસવીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર અને હાલ સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા એક પરિવારની 17 વર્ષની દીકરીએ પોતાના રૂમમાં જઈને ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેને લઈને પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના બાદ સિંગણપોર પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સુરતમાં રહેતો આ પરિવાર શેરીએ શેરીએ જઈને કપડાં વેચવાનો વ્યવસાય કરે છે, તેમની દુકાન પણ સોસાયટીમાં જ છે. પરિવારમાં ચાર સંતાનો છે. જેમાં 17 વર્ષીય દીકરી આજે સવારે તેની માતા સાથે કપડાં વેચવા માટે પણ જવાની હતી, આ દરમિયાન જ તેને કહ્યું કે, “તૈયાર થઈને આવું છું.” કહીને ઘરના પહેલા માળે આવેલા રૂમમાં ચાલી ગઈ હતી.

30 મિનિટ સુધી દીકરી પરત ના આવતા તેની માતા બૂમો પાડી અને ઉપર તેના રૂમમાં ગઈ, જ્યાં દરવાજો ખોલવાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. 17 વર્ષની તેમની દીકરીએ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેને નીચે ઉતારી દીકરી જીવતી હશે એવી આશા રાખીને હોસ્પિટલ પણ લઇ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તબીબોએ તેને મૃત જાહેર કરી.

દિવાળી પહેલા જ આમ પરિવારની આશાસ્પદ દીકરીના આપઘાત જેવું પગલું ભરવાના કારણે પરિવારના માથે પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેને ક્યાં કારણોસર આપઘાત કર્યો તેના વિશેની હજુ જાણ નથી થઇ શકી. દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, “દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોયા બાદ જીવવાની તમામ ઈચ્છાઓ મરી ગઈ છે. અમે ભાવનગરના રહેવાસી છે. કંઈ જ ખબર નથી દીકરીના આપઘાતને લઈ, બસ હવે તો એની અંતિમવિધિ કરી ભૂલચૂકની માફી માગવા સિવાય કોઈ વિકલ્પ નથી.”

 

Niraj Patel