હે ભગવાન આ શું થઇ રહ્યું છે ? ભાવનગરનો 17 વર્ષનો કિશોર રાત્રે સુઈ ગયો અને સવારે ઉઠ્યો જ નહિ, હાર્ટ એટેકથી થયું મોત, જુઓ સમગ્ર મામલો

17 વર્ષનો કિશોર રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહીં, ટૂંકી સારવાર દરમિયાન મોત, હાર્ટઅટેકથી જીવ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન

17-year-old boy died of a heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના ઘણા મામલાઓ સામે આવે છે. યુવકો ઉપરાંત હવે તો કિશોરોને પણ હાર્ટ એટેક આવવાના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ ભાવનગરમાંથી પણ હાર્ટ એટેકની એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક 17 વર્ષના કિશોરને હાર્ટ એટેક આવતા જ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે.

17 વર્ષના કિશોરને હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના માઢીયા ગામમાં રહેતો 17 વર્ષીય વિજય ચૌહાણ નામનો કીશોર રાત્રે 10 વાગ્યાના અરસામાં સુઈ ગયો હતો. પરંતુ તે સવારે ઉઠ્યો જ નહિ. જેના બાદ તેને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. જ્યાં ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી, પરંતુ પરિવાર સામે જ ટૂંકી સારવાર બાદ કિશોરનું હાર્ટ એટેકના હુમલાના કારણે મોત થઇ ગયું હતું. હાર્ટ એટેક આવવાના કારણે જ તે સુઈ ગયા બાદ જાગ્યો નહિ.

(પ્રતીકાત્મ તસવીર)

રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહિ :

ત્યારે કિશોરના મોત બાદ પરિવારમાં પણ આક્રન્દ છવાઈ ગયો હતો. સાથે જ સમગ્ર ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો. રાજ્યમાં સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ પણ ચિંતાનો વિષય બન્યા છે, નવરાત્રી દરમિયાન પણ ગરબા રમતા રમતા 36 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની પણ ખબર સામે આવી હતી. આ ઉપરાંત પણ જિમમાં કસરત કરતા અને રમત રમતા પણ ઘણા લોકોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

(પ્રતીકાત્મ તસવીર)

બે દિવસ પહેલા જ 18 વર્ષની યુવતીને આવ્યો હતો હાર્ટ એટેક :

બે દિવસ પહેલા જ ભાવનગરમાંથી એક એવી જ ઘટના સામે આવી હતી. જેમાં 18 વર્ષીય જીજ્ઞા બારૈયાનું ખેતરમાં કામ કર્યા બાદ ઘરે આવી અને તેની માતાને કહ્યું હતું કે હું રાત્રે ભવાઈ જોવા જઈશ અને પછી સુઈ ગઈ જેના બાદ ઊંઘમાં જ તેનું હૃદય પણ બંધ થઇ ગયું હતું. ડોકટરો દ્વારા જયારે જીજ્ઞાબેનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહેવામાં આવ્યું ત્યારે પરિવાર પણ અચંબામાં પડી ગયો હતો.

Niraj Patel