દીકરીઓના માં-બાપ ચેતી જજો આ કળયુગમાં, સુરતના લિંબાયતમાં 17 વર્ષીય સગીરાને યુવકે દુષ્કર્મ કરીને પીંખી નાખી, ખાખીનો ડર કેમ નથી રહ્યો લોકોને

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણીવાર નરાધમો કિશોરીઓને પણ પોતાના પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે ના કરવાનું કરતા હોય છે અને પછી તેમને તરછોડી મુકતા હોય છે. હાલ આવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક 17 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરાને તેના પાડોશમાં જ રહેતા એક યુવકે લગ્નની લાલચ આપી હતી અને તેને વિશ્વાસમાં લઈને તેની સાથે અનિયતિક સંબંધો પણ બાંધ્યા હતા, જેના બાદ લગ્નનો વાયદો કરીને યુવકે કિશોરીને તરછોડી દીધી હતી. આ ઘટના બાદ સગીરાએ યુવક વિરુદ્ધ લંબાયત પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા મોઇન સોકત પીંજરી નામના યુવકની ધરપકડ પણ કરી લીધી છે. યુવકને તેને પાડોશમાં જ રહેતી સગીરા સાથે આંખ મળી ગઈ હતી અને તેના બાદ બાને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા, જેના બાદ યુવકે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે બેથી વધુ વખત સંબંધો બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સગીરાને મોઈને લગ્નની લાલચ આપીને સંબંધો બાંધ્યા બાદ તરછોડી દીધી હતી, જેના બાદ પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગી આવતા સગીરાએ આ બાબતની જાણ તેના પરિવારમાં કરી હતી અને જેના બાદ પરિવાર આ મામલે ફરિયાદ નોંધાવવા માટે લીંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે પણ ફરિયાદ નોંધી આરોપીને ઝપડી પાડ્યો.

Niraj Patel