17 વર્ષની સગીર દીકરીએ જ માતા ની હત્યા કરી નાખી, કારણ વાંચીને વિશ્વાસ ઉઠી જશે

કળયુગમાં જુઓ કેવા કપાતર દીકરી, દીકરા પેદા થાય છે….17 વર્ષની સગીર દીકરીએ જ માતા ની હત્યા કરી નાખી, કારણ વાંચીને વિશ્વાસ ઉઠી જશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર કોઇની અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં હત્યાનો ચોંકાવનારો અને ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 17 વર્ષિય સગીરાએ તેની જ માતાને મોતને ઘાટ ઉતારી દીધી. મહારાષ્ટ્રના થાણેમાં 17 વર્ષની છોકરીએ તેના પ્રેમી સાથે મળીને તેની માતાની હત્યા કરી હતી. થોડા દિવસો પહેલા માતાએ તેની પુત્રીને આરોપી છોકરા સાથે ફરવા માટે ઠપકો આપ્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ પછી નારાજ છોકરીએ તેના પ્રેમી સાથે મળીને પોતાની જ માતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ હજુ ફરાર છે અને તેમના વિરૂદ્ધ કેસ નોંધી તેમની શોધ કરવામાં આવી રહી છે. આ ઘટના બુધવારના રોજ મુંબ્રા વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે એક છોકરીએ તેની માતાની હત્યા કરી છે. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે અમારે દરવાજો તોડવો પડ્યો. અંદર જઈને જોયું તો મહિલાની લોહીથી લથપથ લાશ પડી હતી. શરીર પર છરા મારવાના અનેક નિશાન હતા.

મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે યુવતીના સંબંધીએ યુવતીને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તે જવાબ આપી રહી નથી. આ પછી સંબંધીએ પોલીસને જાણ કરી. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્રના પુણેમાં છેલ્લા છ મહિનામાં એક 15 વર્ષની છોકરી પર ઘણી વખત બરાત્કાર કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એએનઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે અનિલ જાધવ નામના આરોપીઓમાંથી એકે યુવતીનું બળજબરીથી અપહરણ કર્યું હતું અને લોજમાં તેની સાથે સંબંધો બાંધ્યા હતા. પોલીસે જણાવ્યું કે, “છેલ્લા 6 મહિનામાં 15 વર્ષની છોકરી સાથે ઘણી વખત રેપ કરવા બદલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Shah Jina