વધુ એક કિશોરનો હાર્ટ એટેકે લીધો ભોગ ! ચાલુ ગરબામાં 17 વર્ષના કિશોરનું મોત, અચાનક નાકમાંથી થવા લાગ્યુ બ્લીડિંગ

ગરબે રમતા-રમતા યુવકને આવ્યો હાર્ટ અટેક, નાકમાં બ્લિડિંગ બાદ મોત

ગુજરાતમાંથી છાશવારે હાર્ટ અટેકના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. હાર્ટ એટેક યુવાઓ અને કિશોરોને પણ ભરખી રહ્યો છે, ત્યારે ખેડાના કપડવંજમાં 17 વર્ષિય યુવકનું હાર્ટએટેકથી મોત થયુ હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ હતી. કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા વીર શાહને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું અને તે પછી તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેને બચાવી ન શકાયો.

શારીરિક સ્વસ્થ 17 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થતા પરિવાર માથે પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. તો બીજી બાજુ રાજકોટમાં એક આશાસ્પદ યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયુ હતુ. ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના 28 વર્ષિય આશુ કુમાર સોનકાર સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યો.

તે પછી તેને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ દુર્ભાગ્યવશ તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો અને પીએમ બાદ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું.

Shah Jina