આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 17 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નોકરી કરતા મિત્રોને આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. આજે તમારી લાગણીઓનો કોઈ ખોટો ફાયદો ઉઠાવશે. કોઈની પણ વાતમાં આવી ને ઉત્સાહ ઉત્સાહમાં કોઈપણ નિર્ણય કરવો નહિ, નાણાકીય વ્યવહાર કરતા પહેલા સંપૂર્ણ માહિતી ચકાસી લેવી. આજે કોઈપણ કાગળ પર જોયા વગર સહી કરવી નહિ. પ્રેમીઓ વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત આવશે, આજે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. આંખ, મોઢું અને પગ સંબંધિત કોઈ સમસ્યા ઉભી થઇ શકે છે. વિદ્યાર્થી મિત્રોને તેમના મિત્રોનો સહકાર મળશે. આજે વધારે ભણવાની સાથે સાથે કોઈ વાત તમને પરેશાન કરશે. આજે કિસ્મત તમારો સાથ આપશે પૈસા કમાવવાના અનેક રસ્તાઓ ખુલશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે અમુક જુના સંબંધો તાજા થશે અને માતા પિતા તરફથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
4. કર્ક – ડ,હ (Cancer):
વધુ વજન વાળા મિત્રોને આજે થોડી તકલીફ થશે. બહારનું ખાવાનું અને તીખું તળેલું ખાવાનું આજે ઇગ્નોર કરજો. જો તમે વજન ઘટાડવા માટે આજથી પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. બની શકે તો આજે પ્રયત્ન કરો કે બહારની અને વધારાની નાહકની વાતોમાં ધ્યાન આપો નહિ. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો
5. સિંહ – મ,ટ (Lio):
આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. પ્રેમીઓ માટે સારો દિવસ છે એકબીજા સાથે સમય પસાર કરવાનો મૌકો મળશે. આજે મહિલા મિત્રોને ખરીદી કરવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રોનું ભણવામાં મન લાગશે નહિ. આજે રસ્તા પર વાહન ચલાવતા તકેદારી રાખવી.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે તમારે માનસિક અને શારીરિક રીતે મજબુત થવાની જરૂરત છે. આજે મહત્વના નિર્ણય લેવાનો અવસર આવશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. ઘરની કિમતી વસ્તુઓ અને મહત્વના કાગળ સાચવીને રાખવા, તમારી આસપાસ ચોરી થવાની સંભાવના છે. લગ્ન કરવા માંગતા મિત્રોની મુલાકાત આજે ખાસ લોકો સાથે થશે. આજે જીવનસાથીની તબિયત બગડી શકે છે. પેટમાં થતા નાના મોટા દુખાવાને ઇગ્નોર કરશો નહિ. વિદ્યાર્થીઓને મનપસંદ પરિણામ મળશે. આજે ભવિષ્ય માટે બચત કરવા માંગતા હોવ તો કોઈ સારી અને લાંબા ગાળાની સ્કીમમાં પૈસા રોકો. નિષ્ણાત અને અનુભવી મિત્રોની સલાહ લેજો.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો
7. તુલા – ર,ત (Libra):
આજે તમારા દરેક કામનો અંત થશે. તમે કરેલી આટલા સમયની મહેનત રંગ લાવશે, પણ કામમાં એટલા પણ ગળાડૂબ ના રહેતા કે ઘર અને પરિવારના લોકોનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. તમારા કામથી દરેક લોકો ખુશ થશે પણ તમારા વાણી અને વર્તનના કારણે તમારા પ્રિયજનો તમારાથી દુઃખી થઇ જશે. પૈસાની જેટલી વધારે આવક થશે ખર્ચ પણ એટલો જ વધશે. દુરના અને ના ઓળખતા લોકો પાછળ વધારાનો ખર્ચ કરવાનું ટાળો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે નોકરી કરતા મિત્રો માટે સારો દિવસ છે. તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલા કામને કારણે ઓફિસમાં દરેક લોકો તમારા વખાણ કરશે આજે કેટલાક મહત્વના કામ પણ તમને સોંપવામાં આવશે. બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે. બની શકે એટલું આનંદથી જીવો તમે જે બીજા લોકોની ચિંતા કરવાની ટેવ છે તો એ બદલો જ્યાં સુધી તમે તમારી જ લાઈફ ખુશી ખુશી નહિ જીવો ત્યાં સુધી બીજાના જીવન બનાવવાનો અર્થ નથી.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી
10. મકર – જ, ખ (Capricorn):
આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે, એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે ઘણા સમયથી કરેલા પ્રયત્ન આજે રંગ લાવશે. પારિવારિક જીવન હજી વધુ સારા બનવાના યોગ છે. આજે વેપારી મિત્રોને તેમના મિત્રોનો સહકાર મળશે. વેપારમાં ધનલાભ થશે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ બની રહેશે. મિત્રો સાથે આજે સાંજનો સમય વિતાવી શકશો. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. ખાવા પીવામાં ખાસ તકેદારી રાખવી. નોકરી કરતા મિત્રોએ આજે મહેનત કરવાની જરૂરત છે તમને તમારી મહેનતનું ફળ મળશે. અટકેલા પૈસા આજે પરત મળશે. વિદ્યાર્થી મિત્રોએ ખાવા પીવામાં તકેદારી રાખજો. વિદેશથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે. આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે કોઈ બહારના લોકોના ઝઘડામાં તમારે પડવાનું નથી. ક્યાંક બહારના ઝઘડા તમારા ઘરમાં ના આવી જાય એની તકેદારી રાખજો. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

કૌટુંબિક-પારિવારિક – વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.