જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 17 માર્ચ : માતાજીની કૃપાથી બુધવારના દિવસે આ 5 રાશિના જાતકોનું થશે કલ્યાણ, જાણો તમારી રાશિ !

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો આજે ધંધામાં કોઈ નવા આયોજન વિશે વિચાર કરી શકે છે. આજે સફળતા મળવાના ચાન્સ થોડા વધારે છે. નોકરીમાં પણ આજે તમારા કામથી તમારા બોસ ખુશ થતા દેખાશે. પરણિત લોકોમાં આજે કોઈ વાતની નારાજગીને લઈને પોતાના પાર્ટનર સાથે મનમેળ બગાડી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના દિલની વાત વ્યક્ત કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોએ આજે કોઈપણ જાતના રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની જરૂર છે. શેર બજારમાં ઈન્વેસ્ટ કરતા પહેલા કોઈ જાણકારની સલાહ લેવી ફાયદાકારક રહેશે. નોકરીમાં પણ તમારા કામને લઈને આજે બોસ તમારા ઉપર ગુસ્સે થઇ શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનર સાથે કોઈ મુશ્કેલી ઉપર ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ લાભકારક રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો જો આજે કોઈ દેવ સ્થાનની મુલાકાત લેશે તો તેમના માટે ફાયદાકારક રહેશે. આજે તમારા ઉપર ઈશ્વરની કૃપા બનેલી રહેશે, જેના કારણે ધંધામાં પણ પ્રગતિ જોવા મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકે છે.પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને કોઈ ભેટ આપી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીનો ઉકેલ મળી જશે. કાર્યસ્થળ ઉપર આજે તમે વ્યસ્તતામાં દિવસ પસાર કરશો, જેના કારણે આજે થાક પણ લાગી શકે છે. નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ રહેશે. પરણિત લોકો આજે સમયના મળવાને લઈને પાર્ટનરની ફરિયાદનો સામનો કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે, આજે તમારા ગુસ્સાના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે. કાર્યસ્થળ ઉપર આજે થોડી સાવધાની રાખવી. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરની સલાહ માનવી, જે જીવનમાં ઉપયોગી થશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક નજર આવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોએ આજના દિવસે ખુશીમાં વીતશે. આજ મારુ જીવનસાથી તમને ભરપૂર પ્રેમ આપવાનો અનુભવ કરાવશે. આજે કામનું પણ ભારણ ઓછું રહેશે જેના કારણે આજે મૂડ પણ સારો જોવા મળશે. આજે ઘરમાં કોઈ નવી વસ્તુ તમે લાવી શકો છો. પ્રેમી પંખીડાઓ આજે સાથે બેસીને સારો સમય પસાર કરશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ ખરાબ સમાચારનો સામનો કરવો પડી શકે છે. આજે તમે કોઈ મૂંઝવણ પણ અનુભવશો. આજે તમારી ચિંતાનું કારણ ઘરના કોઈ વડીલને જણાવો તે તેનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશે. આજે તમારી પત્ની તમારી દરેક પરિસ્થિતિમાં સાથ આપવા માટે તૈયાર ઉભેલી દેખાશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને આજે સંતાન તરફથી કોઈ ખુશ ખબરી મળી શકે છે. આજે લગ્ન કરવા ઇચ્છુક લોકોને પણ સારા સંબંધો મળવાની આશા છે. નોકરીમાં આજે દિવસ સામાન્ય રહેશે, પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી આવવાનો યોગ બને છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધોને જાહેર કરી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોને આજે સાસરી તરફથી કોઈ માઠા સમાચાર મળી શકે છે. સાસરી પક્ષના કોઈ કામકાજને લઈને આજે દોડવું પણ પડી શકે છે. આજે તમારા પાર્ટનરની ખાસ કાળજી રાખવી. આજે સંતાનો પણ તમને તકલીફ આપી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમમાં નજર આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારી મહેનત જ તમને સાચા પરિણામ તરફ લઇ જશે. દિવસ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર કરેલી મહેનત સાંજે જ તમારા બોસને નજર આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોne આજના દિવસે કોઈ યાત્રા ઉપર જવાનો યોગ બની રહ્યો છે. ઓફિસના કામ માટે કે ધંધાના કોઈ કામ માટે તમારે અચાનક બહાર જવાનું આયોજન કરવું પડી શકે છે. જેના કારણે પરિવારના કેટલાક કામો પણ અધૂરા રહેશે. આ યાત્રાના કારણે જીવનસાથી પણ નિરાશ થશે, છતાં તમે તેમને યોગ્ય રીતે સમજાવી શકો છો. આજે અચાનક આવકનો યોગ બની રહે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.