અજબગજબ કૌશલ બારડ ખબર લેખકની કલમે

રોજ ૧૮ કિલોમીટર ઘોડેસ્વારી કરીને બાળકોને ભણાવવા જાય છે આ શિક્ષક! કારણ જાણો અહીં ક્લીક કરીને —

ઘોડાનો ઉપયોગ આજે તો બહુ સીમિત થઈ ગયો છે. સંરક્ષણ દળો સિવાય તો શોખ ખાતર લોકો ઘોડેસ્વારી કરે છે. કોઈ પરિવહનના હેતુ માટે થઈને ઘોડાનો ઉપયોગ બહુ થતો નથી. પણ અહીં જે વાત આવી છે એ જાણીને તમને નવાઈ લાગશે કે આંધ્રપ્રદેશના એક ગામમાં એક શિક્ષક સ્કુલે આવવા માટે રોજ ઘોડા પર અસવારી કરે છે!

Image Source

રોજની ૧૮ કિલોમીટરની ઘોડેસ્વારી શા માટે? :

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્ બાજુ પૂર્વ ગોદાવરી જીલ્લો આવે છે. તેના સુરલાપલેમ નામનાં ગામમાં આ વેંકટ રામન નામની વ્યક્તિ બાળકોને ભણાવે છે. રોજ લગભગ ૧૮ કિલોમીટરનું અંતર તય કરીને ઘોડા પર આવે છે અને ભણાવવાનું કાર્ય પૂરું કરીને ઘોડા પર જ જાય છે.

Image Source

વેંકટ રામનને ઘોડાનો કોઈ શોખ નથી, પણ બીજો કોઈ રસ્તો નથી! આ આદિવાસી વિસ્તાર છે. વળી, જંગલો પણ ખરાં. અહીં આવવાને કોઈ સડક નથી. કાચી નેળ્ય જેવી સડક પર કોઈ વાહન ચાલી શકે એમ પણ નથી. પરિવહનના મામલામાં આ ઇલાકો તદ્દન પછાત છે. એટલા માટે થઈને વેંકટ રામનને રોજ ઘોડા પર સવારી કરીને બાળકોને ભણાવવા આવવું પડે છે.

ગામ લોકોએ ઘોડો આપ્યો :

Image Source

વેંકટ રામ આ નાનકડા ગામ જેવાં કસ્બાના આદિવાસી લોકોનાં બાળકોને ભણાવે. ભણવા માટે સ્કુલ તો નથી! ચર્ચમાં કે બીજે ક્યાંય આશરો લઈને બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે. ગામ લોકોને થયું કે આપણા બાળકો ભણે છે એ બહુ સારી વાત છે. એટલે તેમણે વેંકટને જવા આવવામાં સરળતા રહે એટલા માટે એક ઘોડો આપ્યો છે. ઘોડાનું પાલનપોષણ ગામના લોકો જ કરે છે.

Image Source

આ માત્ર એક ગામનો પ્રશ્ન નથી. વિશાખાપટ્ટનમ્ બાજુનાં ઘણાં ગામ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ભોળી જનતા અને વિકાસનો અભાવ ખ્રિસ્તી મિશનરીઓ માટે ફેલાઈ જવાના રસ્તાઓ છે.

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks