જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 17 જાન્યુઆરી : રવિવારના દિવસે હનુમાનજીની કૃપાથી આ 6 રાશિઓને મળશે ખુશ ખબરી

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક રહશે. આજે તમે જીવનમાં કોઈ પ્રગતિનું કામ કરી શકશો, જેના કારણે પરિવાર અને સમાજમાં પણ તમારી ઇજ્જતમાં વધારો થશે. આજે લોકો તમને સન્માનની નજરથી જોશે. પરણિત લોકોનું જીવન આજે ખુશી ભરેલું રહેશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે. આજે નિરાશ થયા વગર તમારા કામ પ્રત્યે સજાગ રહેવું. કાર્યક્ષેત્રમાં પણ આજે તમને કામનું ભારણ રહેશે. આજે કામ માટે તમે કોઈની સલાહ લઈ શકો છો. પરણિત લોકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ મુલાકાત કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે ધાર્મિક કાર્યને લઈને સારો છે. આજે રવિવાર હોવાથી ઘરે તમે પૂજાનું આયોજન કરી શકો છો. આજના દિવસે તમારું ધ્યાન ભક્તિમય જોવા મળશે. પરિવારનો પણ તમારા કાર્યની અંદર તમને સાથ મળશે. પરણિત લોકો આજે રોમાન્ટિક નજર આવશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને આજે ચર્ચા કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે સાવચેતી રાખવાનો દિવસ છે. આજે ડ્રાઇવિંગ દરમિયાન તમારે સાવચેતી રાખવી. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. નોકરી ધંધો કરતા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકો આજે કોઈ નવા આયોજનને લઈને પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજે થોડા મૂંઝવણમાં જોવા મળશે. આજે તમારે કોઈ ઉપર વિશ્વાસ ના કરવો. આજે કોઈ તામ્ર વિશ્વાસનો ફાયદો ઉઠાવી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારે તમારા કામથી જ મતલબ રાખવાની જરૂર છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર ઉપર કોઈ વાતે શંકા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સામાન્ય રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ભરેલો રહેશે. પરિવારના કોઈ સભ્યની માંદગી તમને આજે ચિંતામાં મૂકી શકે છે. કદાચ તમારે હોસ્પિટલ તરફ દોડવું પણ પડી શકે છે. જેના કારણે આજે કામમાં પણ મન નહીં લાગે. પરણિત લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધથી ખુશ નજર આવશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજે કોઈ વાતને લઈને ગુસ્સો કરવો નહીં. આજે તમારા ગુસ્સાના કારણે તમારી નજીકની વ્યક્તિ તમારાથી દૂર થઇ શકે છે. આજે દરેક શબ્દ વિચારીને વાપરવો. કાર્યસ્થળ ઉપર પણ આજે વાણીમાં સંયમ રાખવાની જરૂર છે. પરણિત લોકો આજે થોડા હળવાશના મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધને લઈને ચર્ચા કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવારનો પૂરો સહયોગ મળશે. ઘરના ખર્ચની કાળજી લેશે. આવકમાં વધારો થવાને કારણે મન પ્રસન્ન રહેશે. કામને લઈને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા વ્યવસાયને વેગ મળશે. જીવનની દ્રષ્ટિએ પ્રેમનો દિવસ આનંદકારક રહેશે. આજે તમારા પ્રેમિકા કંઈક એવું કહેશે કે જેનાથી તમારું મન પ્રસન્ન કરશે. વિવાહિત જીવન માટે દિવસ પણ સારો છે, પરંતુ અભિમાનમાં આવીને કડવાશ ન બોલો, નહીં તો જીવનસાથી દુખી થઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો આજે પરિવાર સાથે બહાર ફરવા માટે જઈ શકે છે. આજે તમને પરિવાર દ્વારા ભરપૂર ખુશીનો આનંદ થશે. આજનો રવિવારનો દિવસ તમારા જીવનમાં ખાસ બની રહેશે, આજે તમારા કોઈ સંબંધી તમને સારા સમાચાર આપી શકે છે. પરણિત લોકોનું જીવન આજે ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક નજર આવશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ કરવા માટે સારો છે. આજે તમને તમારા રોકાણમાં ફાયદો થતો જોવા મળશે. આજે કોઈ વાતને લઈને મનમાં મૂંઝવણ ના રાખવી. આજે કોઈ સારા સમાચારથી તમને ખુશી મળશે. પરણિત લોકો આજે કામના કારણે પોતાના પાર્ટનર સાથે સમય પસાર નહીં કરી શકે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશમાં નજર આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજના દિવસે પોતાની નકારાત્મકતામાંથી બહાર આવવાની જરૂર છે. આજે તમારા જીવનને લઈને ઊંધો વિચાર વિમર્શ કરવો. આજે રવિવારનો દિવસ હોવાના કારણે તમે શાંતિથી આ બાબતે વિચારી શકો છો. આજે કામનું ભારણ પણ રહેશે. પરણિત લોકોએ આજના દિવસે સાસરીની મુલાકાત લઇ શકે છે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધો પ્રત્યે ગંભીર થતા જોવા મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લઈને આવશે. છેલ્લા ઘણા સમયથી તમે જે કામ પાછળ દોડી રહ્યા છો તે કામ આજે પૂર્ણ થતું જોવા મળી શકે છે. આજે તમારો પરિવાર પણ તમને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરશે. પરણિત લોકોએ આજના દિવસે પોતાના પાર્ટનર સાથે સમય વિતાવવો. સાંજના સમયે તમે બહાર પણ જઈ શકો છો. જેના કારણે તમને ખુશી મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ વધુ સારો બનશે.