ખબર

પ્રવાસીઓની કાર નીચે 17 ફૂટનો સાપ નીકળતા પરસેેવો છૂટી ગયો, VIDEO જોઈ લાખો લોકોની ફાટી રહી

મોટાબાગે લોકોને જંગલમાં ફરવા જવાનું પસંદ હોય છે પરંતુ જંગલમાં ફરવા જતા સૌથી મોટો ડર હોય છે વન્ય જીવ જંતુઓનો. તેમાં પણ સાપથી વધુ ડર લાગે. ઘરમાં કે રસ્તા ઉપર જતા જો સાપ નજરે આવી જાય તો આપણને જે ડરનો અનુભવ થાય છે તે કદાચ આપણે જાતે જ અનુભવી શકીએ.

Image Source

આજે અમે તમને એવી જ એક ઘટના વિશે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે જે ઘટના આંખો સામે જોઈને કોઈપણ ડરી શકે. આપણે પણ કલ્પના ના કરી શકીએ કે આવું કઈ આપણી સાથે પણ જો થઈ જાય તો??

Image Source

આ ઘટના આમ તો આફ્રિકા દેશમાં બનેલી ઘટના છે. પરંતુ તેનો ડર અહીંયા બેઠા આપણે પણ અનુભવી શકીએ છીએ. આફ્રિકામાં ફરવા માટે નીકળેલા એક વ્યક્તિને પોતાની કાર સામે જ 17 ફૂટ લાંબો અજગર દેખાતા ડરી ગયો હતો.

Image Source

આફ્રિકાના મોઝામ્બિકમાં એક પરિવાર રજાઓ માણવા માટે નીકળ્યો હતો. અચાનક જ રસ્તામાં લાંબો અજગર જોવા મળ્યો. આ અજગર આગળ રહેલા વાહનની નીચે હતો અને તેને દૂર કરવાના પ્રયાસો થઇ રહ્યા હતા. જે પરિવાર ફરવા માટે નીકળ્યો હતો તે પણ પોતાની લેન્ડ રોવર ગાડી ઉભી રાખી એ દૃશ્ય જોવા લાગ્યું અને અચાનક જ એ અજગર સીધો જ તેમની કાર તરફ ઘસી આવ્યો.

Image Source

પોતાની કાર તરફ ઘસી આવતા અજગરને જોઈને કાર ચાલક સુઝબુઝ વાપરી અને કારમાં બેસી ગયો. આજગાર ગાડીના આગળના બોનેટ ઉપરથી ગાડી ઉપર ચઢવા જ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે ગાડીને પાછી લીધી અને અજગર જમીન ઉપર પટકાયો.

Image Source

જમીન ઉપર પટકાવવા છતાં પણ એ વિશાલ કાય અજગર ગાડીની પાછળ જ દોડવા લાગ્યો. તેને જોઈને સૌ કોઈ ડરી ગયા હતા. તમે પણ આ વિડિઓ જુઓ અને તેમને અનુભવેલા એ ડરને પણ અનુભવો. તમે પણ બોલી ઉઠશો કે ખરેખર આ તો ભયાનક છે!!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.