ચપ્પુ અને કાંટો છોડો, ઇંગ્લેન્ડના શાહી પરિવારની આ 17 મેનર્સ શીખવામાં જ 7 જનમ ચાલ્યા જશે
અંગ્રેજોના ટેબલ મેનર્સ દુનિયાભરમાં મશહૂર છે. બેસવુ-ઉઠવુ, કાંટા-ચમચીનો પ્રયોગ અને બીજુ ઘણુ બધુ તેમણે તેમની રાજશાહીથી શીખ્યા છે. પરંતુ ત્યાંની મહારાણીના ટેબલ એટિકેટ્સ જાણી તમે હેરાન રહી જશો.
1.જમ્યા બાદ શ્વાસમાં ખરાબ સ્મેલ ન આવે તે માટે રોયલ કિચનમાં લસણના ઉપયોગની મનાઇ છે.
2.પ્રિંસ ચાર્લ્સ પોતાના જમવાને કોઇની સાથે શેર નથી કરતા, તેમનું જમવાનું બિલકુલ અલગ બને છે.
3.પ્રિંસ ચાર્લ્સ વધારે પોતાના બગીચાની જૈવિક શાકભાજી ખાય છે.
4.શાહી પરિવારના સભ્યો ડાયનિંગ ટેબલ પર સ્ટાફ સાથે Cutleryના માધ્યમથી વાત કરે છે. જેમ કે- ચપ્પુ અને કાંટાની સાંકેતિક ભાષા
5.મહારાણી એલિઝાબેથને ચોકલેટ બિસ્કિટ ઘણા પસંદ છે. જયારે તેઓ કયાંક જતા તો ત્યારે સાથે ચોકલેટ બિસ્કિટ ઘરેથી લઇને જતા હતા.
6.ઇંગ્લેન્ડની મહારાણીને ખાવાની બરબાદી પસંદ નથી. રોયલ કિચનના કર્મચારીઓને એ આદેશ મળેલો છે કે જે ખાવાનું બચ્યુ હોય તેનો બીજીવાર ઉપયોગ કરવામાં આવે.
7.ખાવા માટે શાહી પરિવારના સભ્યોને ફોર્મલ કપડા પહેરવા જરૂરી છે.
8.મહારાણીને ચોકલેટ ઉપરાંત કેરી પણ ઘણી પસંદ છે.
9.મહારાણી એલિઝાબેથ તેમના મુખ્ય આહાર સાથે ઘણો બધો સલાડ અને શાકભાજી પણ ખાતા હતા.
10.જયારે મહારાણીએ ખાવાનું ખાઇ લીધુ હોય ત્યારે બધાને ચમચી છોડવી પડે છે.
11.બકિંઘમ પૈલેસમાં પાસ્તા માત્ર ખાસ અવસર પર જ પરોસવામાં આવે છે.
12.ચાના કપને પકડવાની પણ એક રીત હોય છે. ચપટીથી કપની દાંડી પકડવાની હોય અને વચ્ચેની આંગળીથી કપને સહારો આપવાનો હોય.
13.જો મહારાણીએ તેમનુ પર્સ ટેબલ પર રાખી દીધુ તો એનો મતલબછે કે શાહી પરિવારના સભ્યોને પાંચ મિનિટની અંદર ખાવાનું પતાવી લેવું પડે છે.
14.ખાવાનુ ખાતા સમયે શાહી પરિવારના સભ્યો ડાબા હાથમાં ચપ્પુ અને જમણા હાથમાં કાંટો પકડે છે.
15.શાહી પરિવારના સભ્યોને Shellfish ખાવાની અનુમતિ નથી. કારણ કે એવું માનવામાં આવે છે કે તેને ખાવાથી લોકો સરળતાથી બીમાર પડી જાય છે. જો કે, નવા જમાનાના શાહી સભ્યો આ નિયમોને કયારેક-કયારેક તોડી દે છે.
16.મહારાણી ડિનરની શરૂઆત હંમેશા તેમના જમણી બાજુ બેસેલા વ્યક્તિથી કરે છે. જયારે ખાવાનું પીરસવાનો બીજો રાઉન્ડ ચાલે છે ત્યારે તે ડાબી બાજુ બેસેલ વ્યક્તિ સાથે વાત કરે છે.
17.કૈથરીન, Duchess Of Cambridge પોતાના પતિ વિલિયમ અને બાળકો માટે જાતે ખાવાનું બનાવવાનું પસંદ કરે છે.