જ્ઞાન-જાણવા જેવું

ઢગલા બંધ ઓફરો સાથે જિયોનું ઇન્ટરનેટ આજે લોન્ચીંગ, આ બધું ફ્રી જ ફ્રી- જાણૉ વિગત

રિલાયન્સે જિયોના કાર્ડ પછી એક મોટો ધમાકો કર્યો છે. ટેલિકોમની દુનિયામાં પોતાના સસ્તા અને ફ્રી પ્લાનથી ધમાકા મચાવ્યા પછી રિલાયન્સે જિયોફાઈબર બહાર પડ્યું છે. જિયોફાઈબરની જાહેરાત તેમને 12 ઓગસ્ટ રિલાયન્સની જનરલ મિટિંગ કરી હતી. રિલાયન્સે 5 સપ્ટેમ્બરના ગિગાફાઈબર કોમર્શિયલ લોન્ચ કર્યું. જીઓ ફાઇબરના કોમર્શિયલ લોન્ચમાં રિલાયન્સ જીઓ ફ્રી ટીવી, ફ્રી સેટ ટોપ બોક્સની સાથે બધી ડિટેલ્સ રજુ કરી હતી.

Image Source

આ સેવા એક સાથે દેશના 1600 શહેરોમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીની દવે છે કે 1600 શહેરોમાંથી 15 લાખ લોકો આ સેવા માટે રજીસ્ટર થયા છે. જો તમે પણ આ સેવાઓ લેવા માંગતા હોવ તો તમે પણ આ સેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

જણાવીએ કે જિયો ગિગાફાઈબરનું કનેક્શન લેવા માટે તમારે આધાર કાર્ડ અથવા બીજું કોઈ ID પ્રૂફ અને એડ્રેસ માટે વોટર આઈડી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ એક પ્રૂફ આપવું પડશે. મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી આપતી વખતે ધ્યાન રાખજો કે તેમાં ભૂલ ન હોય. હમણાં રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી.

Image Source

જિયોએ જીયોફાઇબરના યુઝર્સ માટે વેલકમ પ્લાન પણ રજૂ કર્યો છે. જો તમે જીયોફાઈબરની વર્ષની સર્વિસ લેશો તો તેમને ફાયદો થશે. તેમને જિયો HD /4K LED ટીવી અને 4K સેટ-ટોપ બોક્સ ફ્રી મળશે આ ઉપરાંત લેન્ડલાઈન ફોન પણ લાઈફ ટાઈમ ફ્રી વોઇસ કોલ જેવી સુવિધા મળશે. ખબરો અનુસાર જિયોના જુના યુઝર્સને જિયોફાઈબરની સર્વિસ બે મહિના માટે ફ્રી આપશે, એટલે કે બે મહિના સુધી તેમને કોઈ પણ રકમ ભરવી નહીં પડે.

Image Source

આ સર્વિસના શરૂઆતી પ્લાન 699 રૂપિયાનો હશે, જેમાં 100Mbps ની સ્પીડ મળશે. મહિનાના પ્લાન 699થી શરુ થઈને 8499 રૂપિયા સુધી હશે. 8499 ના પ્લાનની સ્પીડ 1 gbps સુધીની હશે. જિયોએ હાલમાં 5 પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમ આમ 6 પ્લાન છે.

Image Source

આ સર્વિસ લીધા પછી તેમને જણાવેલ સમય પર કંપનીના માણસો તમારા ઘરે બ્રોડબેન્ડ સિસ્ટમને નાખી જશે. ઈન્સ્ટોલેશન થયાના 2 કલાકની અંદર જ ગિગાફાઈબર એક્ટિવેટ થઇ જશે. ઈન્સ્ટોલેશન માટે કંપની કોઈ ચાર્જ નહીં લે. આ એકદમ ફ્રી હશે. રિફંડેબલ સિક્યોરિટી સિવાય બીજો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks