રાજકોટનો ચોંકાવનારો કિસ્સો: આ કારણે પ્રેમમાં પાગલ યુવકે કરી 16 વર્ષની દીકરીની જાહેરમાં હત્યા, જાણો આ કેસની સમગ્ર વિગત

રાજકોટના જેતપુર તાલુકાના જેતલસરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ 24 વર્ષીય યુવકે 16 વર્ષની છોકરીની જાહેરમાં છરીના ઉપરા-છાપરી 32 ઘા મારી હત્યા કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં 16 વર્ષની સગીરા સૃષ્ટિ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે એક તરફ મૃતક સૃષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

જયેશ સરવૈયા કડીયા કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ ઉપરાંત તે સંબંધી હોવાના કારણે ણવાર સૃષ્ટિના ઘરે જતો હતો અને તે એક સમયે તેના એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તેથી તે ભાઇ હોવા છતાં પણ સૃષ્ટિની પાછળ-પાછળ જતો હતો. આ ઉપરાંત તો ક્યારેક તે તેને રસ્તામાં જ ઉભી રાખતો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, સૃષ્ટિના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને માતા શીતલબેન મંગળવારે બપોરે ગામથી દૂર આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયા હતા. સૃષ્ટિ અને તેનો ભાઈ બહેન એકલા હતા તે દરમિયાન ઘરમાં ઘૂસી જયેશે તેને ઘરમાંથી બહાર કાઢી હતી. તેને ‘તું મારી સાથે લગ્ન કર’ તેવી જબરજસ્તી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

છોકરીએ વારંવાર ના પાડતાં તેને માર માર્યો હતો અને પછી જાહેરમાં છરી કાઢીને તેના શરીરે ઘણા ઘા માર્યા હતા. ઉશ્કેરાયેલા જયેશે સૃષ્ટિને એક પછી એક 30થી વધુ ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સૃષ્ટિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત તેનો ભાઈ હર્ષ પોતાની બહેનને બચાવવા આવ્યો તો આરોપીએ છરીના પાંચ ઘા તેને પણ ઝીંકી તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

Shah Jina