ખબર

6 કલાક સતત PUBG ગેમ રમતા રમતા 16 વર્ષીય યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો

તાજેતરમાં જ PUBG ગેમ રમવાથી એક 16 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો હતો. આ ઘટના મધ્યપ્રદેશના નીમચની છે. જ્યા ફુરકાન કુરેશી નામના 16 વર્ષીય છોકરાનું PUBG રમતા સમયે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઇ ગયું. ફુરકાન કુરેશી 12મા ધોરણમાં ભણતો હતો. તેને PUBG રમવાની લત લાગી ગઈ હતી. એ જયારે પણ તેને સમય મળે ત્યારે PUBG જ રમ્યા કરતો હતો. એક દિવસ એ સતત 6 કલાકથી PUBG રમી રહ્યો હતો અને અચાનક રમતા રમતા તે બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર એમ બૂમો પાડવા લાગ્યો અને પછી બેહોશ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ એ પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો.

Image Source

મૃતકના પિતા હારુન કુરેશીએ જણાવ્યું હતું કે તેમનો દીકરો ફુરકાન રાતે 2 વાગ્યા સુધી PUBG રમી રહ્યો હતો. પછી 27 મેના રોજ સવારે ઉઠીને પણ એ સતત 6 કલાક સુધી આ ગેમ રમતો રહ્યો અને પછી જણાવ્યું કે તેમનો દીકરો 26 મેના રોજ બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર એમ બૂમો પાડવા લાગ્યો અને પછી તે મૃત્યુ પામ્યો. તે ખૂબ જ સક્રિય છોકરો હતો. હારુન કુરેશીએ જણાવ્યું કે તેઓ અજમેરની નજીક નસીરાબાદમાં રહે છે અને પરિવાર સાથે એક સગાઈમાં સામેલ થવા માટે આવ્યા હતા, ત્યારે જ આ ઘટના ઘટી હતી.

Image Source

ફુરકાનને હોસ્પિટલમાં તપાસનાર કાર્ડિયોલોજિસ્ટ અશોક જૈને જણાવ્યું કે જયારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની પલ્સ ચાલી રહી ન હતી. તેને ઇલેક્ટ્રિક શોક અને અન્ય વસ્તુઓથી રિવાઇઝ કરવાની કોશિશ કરી, પરંતુ ફાયદો ન થયો. ડોક્ટરે જણાવ્યું કે સતત ગેમ રમવાના કારણે હૃદયની ગતિ ઝડપી થઇ ગઈ હતી અને તેને કારણે જ કાર્ડિયાક એરેસ્ટ આવી ગયું. હૃદય રોગ વિશેષજ્ઞ ડોક્ટરે જણાવ્યું હતું કે ગેમ રમતા રમતા બાળકો પોતાની જાતને એની સાથે જોડી લે છે અને વધુ આવેશમાં આવીને હાર્ટઍટેકના શિકાર બની જાય છે. બાળકોને આવી ગેમ્સથી દૂર રાખવા જોઈએ. જો કે તેના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો સારો સ્વિમર હતો અને તેને હૃદય સંબંધિત કોઈ બીમારી ન હતી.

Image Source

ફુરકાનના પરિવારના જણાવ્યા અનુસાર, તેને લગભગ દોઢ વર્ષ પહેલા ફુરકાનને પબજી રમવાની આદત લાગી, એ પછી એ દિવસમાં 2-3 કલાક સતત રમતો રહેતો હતો. પરિવાર તેને રમવાની ના પાડતા તો પણ એ રમતો જ રહેતો હતો. કાનમાં હેડફોન લગાવીને ગેમ રાતા સમયે જોરથી બૂમો પાડી કે બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર. સગાઈના દિવસે એ સતત 6 કલાક આ જ ગેમ રમી રહ્યો હતો. બે મિનિટમાં જ તેનું શરીર લાલ પડી ગયું અને ડોક્ટર પાસે લઇ ગયા પણ તે બચ્યો ન હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.