45 વર્ષની મહિલાને દિલ આપી બેઠો 16 વર્ષનો કિશોર, થોડા દિવસ સુધી ચાલી તેમની પ્રેમ કહાની અને પછી થયું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

45 વર્ષની મહિલાને દિલ આપી બેઠો 16 વર્ષનો છોકરો, બંનેની ચાલવા લાગી મોહબ્બતની ગાડી અને પછી એક દિવસ…

A 16-year-old boy’s love for a 45-year-old woman : આજના સમયમાં પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય એ કોઈ નથી જાણતું. તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ જોઈ હશે જેમાં નાની ઉંમરના લોકોને પણ મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે, કેટલીક યુવા છોકરીઓ વૃદ્ધ વ્યક્તિ સાથે પ્રેમ કરે છે અને તેમની સાથે લગ્ન પણ કરતી હોય છે, તો ઘણા નાની ઉંમરના છોકરાઓ પણ તેમનાથી મોટી ઉંમરની સ્ત્રીઓના પ્રેમમાં પડી જતા હોય છે. હાલ એક એવી જ ખબર સામે આવી રહી છે, જેમાં એક 16 વર્ષના કિશોરને 45 વર્ષની મહિલા સાથે પ્રેમ થઇ જાય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મહિલાએ કરી દીધી વાત બંધ :

પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ, પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા દિવસો સુધી બંને વચ્ચે વાતચીત ચાલુ રહી, પરંતુ થોડા દિવસો પછી છોકરાએ અચાનક આત્મહત્યા કરી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ છોકરા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. સગીર પ્રેમી આ વાત સહન ન કરી શક્યો અને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલા શાહબાદની ઢાકિયા પોલીસ ચોકીના ગામ ગડામર પટ્ટીનો છે.

કિશોરે કરી લીધો આપઘાત :

ગામમાં રહેતો એક 16 વર્ષનો કિશોર લારી ચલાવીને પરિવારને મદદ કરતો હતો. થોડા સમય પહેલા તેની આ જ ગામની 45 વર્ષની મહિલા સાથે મિત્રતા થઈ હતી. ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ બંનેને ખબર જ ના પડી. તે તેના કરતા ત્રણ ગણો મોટો હોવા છતાં તે સ્ત્રી સાથે એટલો ઊંડો પ્રેમ હતો કે તે બીજું કંઈ વિચારી શકતો ન હતો. કહેવાય છે કે તાજેતરમાં જ મહિલાએ કિશોર સાથે કોઈ મુદ્દે ગુસ્સે થઈને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

મહિલા પર હત્યા કરવાનો આરોપ :

બસ આ વાતનું કિશોરને માઠું લાગી ગયું અને સહન કરી શકતો ન હતો. જેના બાદ તેને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધી. ત્યારે હાલ પોલીસ પ્રાથમિક તપાસ બાદ  તેને આત્મહત્યા માની રહી છે, જ્યારે કિશોરીના પરિવારજનોએ મહિલા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. કિશોરની લાશ ગામના છેવાડે આવેલા તળાવ કિનારે પડી મળી હતી. કિશોરના ભાઈએ મહિલા પર આરોપ લગાવતા કહ્યું કે મહિલા કિશોરને તેના ઘરે લઇ ગઈ અને પછી ઝેર ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધો.  ત્યારે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Niraj Patel