ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. છેલ્લા ઘણા સમયથી તો મહિલાઓ અને યુવતિઓ સાથે સાથે સગીરાઓને પણ નરાધમો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલમાં જૂનાગઢના કેશોદમાંથી એક ચોંકાવનારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષની સગીરા સાથે તેના દાદાની ઉંમરના નરાધમ આધેડે દુષ્કર્મ આચર્યુ હતુ અને તેને ગર્ભવતી બનાવી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે,

તેનું નામ કરશન ઉર્ફે બાબુ માલમ છે અને તે મોટી ઘંસારીનો રહેવાસી છે. સગીરાને કુંવારી માતા બનાવી દેતા ચકચાર મચી જવા પામી છે. 16 વર્ષીય સગીરા પર ગામમાં જ રહેતા આધેડે એટલે કે બાબુ માલમે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ, જેને કારણે સગીરા ગર્ભવતી બની હતી. પીડિતાના પિતાએ 55 વર્ષીય નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલિસે તેની ધરપકડ પણ કરી છે.

કેશોદના એક ગામમાં રહેતી સગીરા અને આરોપી એકબીજાને ઓળખતા હતા અને તેને કારણે તેઓ એકબીજાના ઘરે આવતા જતા પણ હતા. જો કે, તેનો લાભ ઉઠાવી 55 વર્ષીય કરશન ઉર્ફે બાબુ માલમેર 16 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારી ધમકીઓ આપતો હતો. નરાધમે વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી અને તેણે જ્યારે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી

અને ઘરે બાળકીને જન્મ આપ્યો ત્યારે પરિવારજનોના પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ હતી. હાલ તો સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પીડિતાએ બાળકીને જન્મ આપતા પરિવારજનોએ તેની પૂછપરછ કરી ત્યારે સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી.