સુરતમાં 21 વર્ષિય યુવકે 16 વર્ષની સગીરા પર હોટેલમાં લઇ જઈને આચર્યું દુષ્કર્મ, છોકરી તાબે ન થતા ઉશ્કેરાયેલા યુવકે…

દીકરીઓના માં-બાપ હવે ચેતી જ જજો: સુરતના ડિંડોલીમાં 16 વર્ષની યુવતી સાથે યુવકે Oyo હોટેલમાં મરજી વિરુદ્ધ સુખ માણ્યું, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સગીરા પર દુષ્કર્મ થવાના ઘણા ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવકો નાની સગીરાઓને ફસાવી તેમને લાલચ આપી તેમની સાથે દુષ્કર્મ આચરતા હોય છે.ત્યારે હાલ સુરતમાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષના છોકરાએ 16 વર્ષની સગીરા સાથે ગંદુકામ કરતા તેણે પોલિસને આ બાબતની જાણ કરી હતી અને તે બાદ પોલિસે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

Image source

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં પીડિત કિશોરી જાહેર રસ્તા પર રડી રહી હતી ત્યારે તેને રડતા જોઇ લોકો ભેગા થઇ ગયા અને તેની પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે, તેને એક યુવકે oyo હોટલ ખાતે લાવી માર માર્યો હતો. જે બાદ લોકો તેને પોલિસ મથકે લઇ ગયા અને કિશોરીએ ત્યાં જઇ પોલિસને સમગ્ર હકિકત જણાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

તેણે જણાવ્યુ કે, એક યુવક સાથે તે oyoમાં આવી હતી અને તે થોડા કલાકો પહેલા બીજી એક છોકરી સાથે ત્યાં ગયો હતો. જ્યારે કિશોરીએ તેના તાબે થવાની ના કહી તો તેણે કિશોરી સાથે ઝપાઝપી કરી અને તે બાદ યુવક ત્યાંથી ભાગી ગયો. જે બાદ કિશોરી પણ રડતા રડતા ગઇ. ડિંડોલી પોલિસ સમક્ષ પોતાની વાત જણાવતા જ પોલિસે આ વાતને ગંભીરતાથી લઇ તાત્કાલિક યુવક વિરૂદ્ધ ગુનો નોંધ્યો અને તેને ઝડપી પાડ્યો.

પ્રતિકાત્મક તસવીર

આરોપી તોફીક સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. તેણે કિશોરીના મરજી વિરૂદ્ધ સંબંધ પણ બાંધ્યા હતા. કિશોરીને તેણે હોટલ પર બોલાવી અને ત્યાં ધક્કામુક્કી થતા આ વાત બહાર આવી હતી. આરોપી વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોનો ગુનો દાખલ કર્યો છે. હાલ તો આરોપી પોલિસની પકડમાં છે.

Shah Jina