કરોડપતિ પિતાના એકના એક દીકરાએ પસંદ કર્યો સંયમનો માર્ગ, 16 વર્ષની ઉંમરમાં જ દીક્ષા લઇ બની ગયો જૈન મુનિ

બાપ કરોડપતિ, દીકરો 16 વર્ષની ઉંમરે બન્યો જૈન સાધુ, પરિવારે કર્યો મોટો ખુલાસો….

પૈસા અને સુખ સમૃદ્ધિ પાછળ લગભગ બધા જ ભાગે છે, પરંતુ શું તમે વિચારી શકો કે કોઇ કરોડોની પ્રોપર્ટી છોડી સંન્યાસ લઇ લે અને એ પણ માત્ર 16 વર્ષનો સગીર. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નાગદાનો આ સગીર સાંસારિક દુનિયા છોડી જૈન મુનિ બની ગયો. ધાર જિલ્લાના એક નાના ગામ નાગદાનો રહેવાસી અચલ શ્રીમાલ દીક્ષા લઇને જૈન મુનિ બની ગયો છે. તેની ઉંમર માત્ર 16 વર્ષ જ છે. સંસારનું સુખ અને વૈભવ જોતાં પહેલાં જ તેણે સર્વસ્વનો ત્યાગ કરી દીધો.

જણાવી દઇએ કે, અચલના પિતા મુકેશ શ્રીમલ હાર્ડવેર અને ઓટોપાર્ટ્સના મોટા બિઝનેસમેન છે. તેમનો સમૃદ્ધ પરિવાર છે. અચલ તેમનો એકમાત્ર પુત્ર છે. પરંતુ પિતાની મિલકત અને કરોડોનો બિઝનેસ છોડીને તેણે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. અન્ય બાળકોની જેમ રમવાનો, કૂદવાનો, ફરવાનો અને મોબાઈલનો શોખ ધરાવતા અચલે હવે સંયમનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા દોઢેક વર્ષથી અચલે એસી પંખા જેવી તમામ ભૌતિક સુખ-સુવિધાઓ છોડી દીધી હતી,

જ્યારથી તેમણે જૈન સાધુ બનવાનું નક્કી કર્યુ હતુ. 4 ડિસેમ્બરે નાગદા ગામમાં જ જૈન સંત જિનેન્દ્ર મુનિએ અચલને દીક્ષા આપી હતી. અચલ નવમા ધોરણ સુધી ભણ્યો છે. તે રજાઓમાં મહારાજસાહેબ એટલે કે જૈન મુનિ સાથે ફરતો હતો અને અહીંથી જ તેણે સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. અત્યાર સુધી તેણે આષ્ટા, ભોપાલ, શાજાપુર, શુજાલપુર સહિત અનેક શહેરોમાં 1200 કિલોમીટર પગપાળા વિહાર કર્યો છે. અચલ કહે છે કે જ્યારે તે જૈન મુનિઓના સંપર્કમાં આવ્યો ત્યારે તેણે જૈન મુનિ બનવાનું નક્કી કર્યું.

ત્યારથી તેણે સંયમ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. અચલ કહે છે કે સાંસારિક સુવિધાઓમાં સુખ નથી. તેથી જ તે શાશ્વત સુખ તરફ આગળ વધ્યો. અન્યને પ્રેરણા આપતા અચલ કહે છે કે સંયમ લીધા પછી અહિંસાનો ધર્મ અપનાવવો જરૂરી નથી, પરંતુ લોકો પોતાના ઘરે રહીને પણ અહિંસાનો ધર્મ અનુસરી શકે છે. અચલ તેના માતા-પિતાનો એકનો એક જ પુત્ર છે. તેમ છતાં તેના માતા-પિતાએ અચલના આ મોટા નિર્ણયને સમર્થન આપ્યું હતું.

તેમણે અચલને જૈન મુનિ બનવા માટે હામી ભરી હતી. તે કહે છે કે અચલના આ નિર્ણયથી તે ખૂબ જ ખુશ છે અને ગર્વ અનુભવે છે. જે ઉંમરે બાળકો તેમની કારકિર્દી બનાવવાનું વિચારે છે, અચલ શ્રીમલે સંયમ તરફ પગલું ભર્યું છે. આવી સ્થિતિમાં અમે પણ ઈચ્છીએ છીએ કે જે હેતુ માટે અચલે નિવૃત્તિનો માર્ગ અપનાવ્યો છે તે હેતુ ચોક્કસપણે પૂર્ણ થાય.સંયમની રાહ પર ચાલવાનો સંકલ્પ લઇ ચૂકેલા અચલે રવિવારના રોજ એક સમારોહમાં દીક્ષા લીધી હતી,

<તેને ગુરુદેવ ઉમેશ મુનિના શિષ્ય જિનેન્દ્ર મુનિએ દીક્ષા આપી. અચલના દીક્ષા મહોત્સવ સમયે જય જય કારથી આખો સમારોહ ગુંજી ઉઠ્યો હતો. માલવા મહાસંઘના કાર્યવાહક અધ્યક્ષે જણાવ્યું કે સૌથી નાની વયે નાગદામાં અચલે દીક્ષા લીધી છે. અગાઉ 1980માં નાગદાની પુત્રી સાધ્વી મધુ મસાની દીક્ષા થઇ હતી.

Shah Jina