ખબર

હોસ્પિટલમાં 16 વર્ષના બોયફ્રેન્ડે દમ તોડતા જ ગર્લફ્રેન્ડ ગળે લાગી અને પછી જે થયું એ જોઈને તમે પણ રડી પડશો

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ એક ટીનેજર છોકરીની તસ્વીરે ચર્ચાના વિષયમાં તો હદ જ પર કરી નાખી હતી. જેમાં તે હોસ્પિટલમાં દાખલ પોતાના બોયફ્રેન્ડને ગળે લગાડતી દેખાઈ રહી છે, તે પણ તેની મૃત્યુના ઠીક પહેલા જ. ઘણા દિવસોથી હોસ્પિટલમાં ભર્તી રહ્યા પછી તેના બોયફ્રેન્ડનું મૃત્યુ થઇ ગયું હતું, જયારે તેના લાઈફ સપોર્ટ સિસ્ટમને બંધ કરી દેવામાં આવ્યું હતું. તે છોકરાએ પોતાના છેલ્લા શ્વાસ પોતાની પ્રેમિકાની બાહુમાં લીધા હતા.

એયરલિફ્ટ કરીને બચાવમાં આવ્યો હતો:

Image Source

આ આખી ઘટના યુકેના ડુડલી શહેરની છે. જ્યા રહેનારી 15 વર્ષની ‘સ્ટેફની રે’ અને 16 વર્ષના ‘બ્લેક વાર્ડ’ બાળપણથી જ એક બીજાને ઓળખતા હતા અને પસંદ પણ કરતા હતા. બ્લેક અમુક દિવસો પહેલા રજાઓ માણવા માટે પોતાના પરિવારની સાથે વેલ્સના ફેમસ સી-બીચ પર ગયો હતો. ત્યાં સમુદ્રમાં નહાતી વખતે તે અચાનક જ ડૂબવા લાગ્યો. તેના પછી તેને એયરલિફ્ટ કરતા બચાવામાં આવ્યો હતો.

Image Source

હોસ્પિટલમાં તેને ઘણા દિવસો સુધી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા પછી તેને બચાવવાની ઘણી કોશિશો કરવામાં આવી હતી, પણ તેના મગજમાં પાણી ભરાઈ જવાથી તે કામ કરવાનું સંપૂર્ણ રીતે બંધ થઇ ગયું હતું. જેના પછી તેના લાઈફ સપોર્ટ સિસ્ટમને હટાવી લેવામાં આવ્યું અને જેના પછી તેનું મૃત્યુ થઇ ગયું.

Image Source

બોયફ્રેન્ડના મૃત્યુ થયા પછી સ્ટેફનીએ પોતાની ભાવના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના માટે તેણે એક ઓપન લેટર લખ્યો, જેમાં તેણે બ્લેક માટે પોતાના પ્રેમને વર્ણવ્યો હતો.

સ્ટેફનીએ બ્લેક માટે લખ્યો ઈમોશનલ મેસેજ:

“આજે મારા માટે આ સૌથી કઠિન દિવસ છે અને તે એક એવો દિવસ છે જેને હું ક્યારેય પણ ભૂલી નહીં શકું. તમારામાંથી અમુક લોકોને જાણ હશે કે બ્લેકનું એક ભયાનક અકસ્માત થયું હતું, હોસ્પિટલમાં હું દરેક સમય તેની સાથે રહી હતી અને મેં તેને બિલકુલ પણ એકલો છોડ્યો ન હતો. બ્લેક એક એવો વ્યક્તિ હતો જે હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહેતો હતો. અમને કાલે જણાવવામાં આવ્યું કે બ્લેક હવે ઠીક થઇ શકશે નહિ કેમ કે તેનું મગજ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ થઇ ગયું છે. માટે અમારે તેના લાઈફ સપોર્ટની સિસ્ટમને બંધ કરવાનો આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો, જેથી તે આરામથી જઈ શકે. બ્લેક મારા માટે ખુબ જ ખાસ હતો અમે અમે બંને એ એક બીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. અમે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ સાથે જોયા છે, પણ અમે બન્ને એકસાથે તેને પણ કરી લેતા હતા. હું અને પરિવારના લોકો ક્યારેય પણ બ્લેકને ભૂલી નહિ શકીએ, તેની યાદો હંમેશા મારી સાથે રહેશે. fly high my baby boy and I’m gonna make you proud love you and I always will.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks