ખબર

આ ટીચરે 16 વર્ષના વિદ્યાર્થીને પ્રેમની જાળમાં ફસાવી કર્યું યૌન શોષણ, તેજસ્વી વિદ્યાર્થીએ આણ્યો જિંદગીનો અંત

30 વર્ષની શિક્ષિકાએ 17 વર્ષના છોકરા જોડે કર્યું લફરું, બંનેની ચેટ વાંચીને પોલીસના પણ હોંશ ઉડી ગયા જુઓ

સોશિયલ મીડિયા અને સમાચારમાં બાળકોના યૌન શોષણને લઈને ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ ત્યારે હાલમાં છત્તીસગઢના બિલાસપુરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે જેને ચકચાર મચાવી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેમેસ્ટ્રીની શિક્ષિકાએ તેના 16 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યું હોવાની ઘટના બિલાસપુરમાંથી સામે આવી છે. આ ઉપરાંત  તે મહિલા શિક્ષિકા  તે વિદ્યાર્થી સાથે અશ્લીલ ચેટ કરતી હતી  અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો હતો.

Image Source

તો વિદ્યાર્થી આ સંબંધોને પ્રેમ માની બેસીને મહિલા શિક્ષિકાને એક તરફી પ્રેમ કરી બેઠો હતો. પરંતુ જયારે તેને હકીકત ખબર પડી ત્યારે તેને ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આરાધના સારાકંડા વિસ્તારની લોયલા, એક ખાનગી શાળામાં કેમિસ્ટ્રીની મહિલા શિક્ષિકાએ આ જ શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીને પ્રેમની જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બનાવવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન મહિલા શિક્ષિકાએ શાળાના જ સ્ટાફ મેમ્બર સાથે અફેર શરૂ કર્યું હતું. જે અંગેની વિદ્યાર્થીને જાણ થતાં તે પરેશાન હતો.

શિક્ષિકાના એક તરફી પ્રેમમાં અંધ બનેલા વિદ્યાર્થીને છેલ્લે આપઘાત કરવાનો રસ્તો દેખાતા તેને એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટ તેને કોડિંગ વર્ડમાં લખી હતી. જેને પોલીસે પાંચ દિવસ બાદ ઉકેલી શકી હતી. આ ઉપરાંત તેને એક વીડિયો પણ બનાવ્યો હતો અને પોતાની જાતને ફાંસી લગાવતા પહેલા તેને પોતાના મિત્રોને શિડ્યુલ મેસેજ કરીને મોકલ્યો હતો.

Image Source

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે વિદ્યાર્થી ટેક્નોલોજીનું સારું એવું જ્ઞાન ધરાવતો હતો. જેના કારણે ટીચર શું કરે છે ? કોને મળે છે ? તે બધી જ જાણકારી બાળકને હતી. તેને ટીચરના મોબાઈલ, વૉટ્સઅપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હૅક કરીને રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે મહિલા શિક્ષિકા  વિદ્યાર્થીને મળવા માટે 18  માર્ચના રોજ ગઈ હતી. જેવી જ તે પરત ફરી કે તે વિદ્યાર્થીએ અડધા કલાક પછી આત્મહત્યા કરી લીધી હતી.