બાળકીને બચાવવા જતા આટલી બધી મહિલા પાણીમાં ડૂબી, આખા ગુજરાતમાં આટલા તરફડીયા મારી મારીને મૃત્યુ પામ્યા

ગુજરાતમાંથી ઘણીવાર પાણીમાં પાણીમાં ગરકાવ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં કેટલાક લોકોના મોત પણ થઇ જતા હોય છે, તો કોઇ બચી પણ જતુ હોય છે. ત્યારે રવિવારના રોજ ત્રણ ઘટનાઓ સામે આવી, જેમાંની એક પંચમહાલમાંથી સામે આવી હતી. જ્યાં શહેરાની અણીયાદ ચોકડી પાસે એક આઠ વર્ષનું બાળક પાણીથી ભરેલા ખાડામાં ગરકાવ થઇ ગયું હતું અને તેને કારણે તેનું મોત થયુ હતું. આ ઉપરાંત બીજી ઘટના રાજકોટમાં બની હતી, જેમાં નવાગામના ઢોરાં પાસે તળાવમાં પાંચ લોકો ડૂબ્યા જેમાંથી એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું જયારે ત્રણને સલામત બહાર કઢાયા હતા.

આ ઉપરાંત ત્રીજી ઘટના દમણના લાઇટ હાઉસ નજીક દરિયા કિનારાની છે. જ્યાં બે લોકોને બચાવી લેવાયા અને ત્રણ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, તેમનો આબાદ બચાવ થયો કે હજી પણ તેમની ભાળ મળી કે નહિ તેની માહિતી સામે આવી નથી. ડૂબવાની વધુ ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી હતી. જેમાં વાવના દેવપુરા ખાતે મુખ્ય કેનાલમાં 3 યુવકો અકસ્માતે પડ્યા હતા. પગ લપસી જતાં 3 યુવાનો એક સાથે કેનાલમાં પડ્યા જ્યાં કેનાલના જળ પ્રવાહમાં ડુબવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. પહેલી ઘટનાની વાત કરીએ તો, રાજકોટ નજીક નવાગામના ઢોરાં તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હતી. જેમાં ત્રણનો આબાદ બચાવ થયો હતો અને બે લોકોને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું હતુ. કપડાં ધોવા ગયેલી યુવતીઓ અને મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ અને જો કે ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ દરમિયાન એક મહિલા અને

એક યુવતીને 108 મારફતે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી. દમણના દરિયામાં 5 પ્રવાસીઓ ડૂબ્યા હતા. જેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ તમામ પ્રવાસીઓ સુરતથી દમણ ફરવા આવ્યા હતા. આ ઉપરાંત પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું એક બાળક ખાડામાં ગરકાવ થયું હતું અને 10 કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Shah Jina