આજકાલ ટેક્નોલોજીના યુગમાં ઘણી અજબ-ગજબ ઘટનાનું નિર્માણ થાય છે. આજે વિશ્વમાં અમુક ઘટના તો એવી બનતી હોય છે કે જેના વિષે આપણે ક્યારે પણ વિચાર્યું પણ ના હોય.

હાલમાં સમયમાં કોઈ પણ સ્ત્રીનું સૌથી મોટું સુખ હોય તો તે છે કે માં બનવું. ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રી નવ મહિના સુધી બાળકનું પેટમાં ધ્યાન રાખે છે. અને એક સ્ત્રી જયારે બાળકને જન્મ આપે છે. ત્યારે એવું લાગે છે કે શરીરના બધા હાટક એક સાથે તૂટતાં હોય એટલું દર્દ થાય છે. પરંતુ જયારે તેના હાથમાં બાળક આવે ત્યારે તે બધું જ દુઃખ દર્દ ભૂલી જાય છે.

હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેં હોસ્પિટલની એક બે નહીં પરંતુ એકીસાથે 9 નર્સ એક સાથે જ પ્રેગનેંન્ટ થાય છે. વાત સાંભળીને આચંકો લાગ્યો ને. પરંતુ આ બિલકુલ સાચી વાત છે. હોસ્પિટલની એક સાથે 9 નર્સ પ્રેગ્નેન્ટ થવી એ કંઇ નાની-સુની વાત નથી. આ ઘટના આ ભૂતકાળમાં આ ઘટના ક્યારે બની નથી.

એક સાથે 16 નર્સ પ્રેન્ગ્નેન્ટ થઇ તે ઘટના યુએસની એક વિશાળ હોસ્પિટલની છે. ગર્ભવતી થયેલી બધી જ સ્ત્રી આઇસીયુ ડિપાર્ટમેન્ટની છે.આ હોસ્પિટલની નર્સો પર કાર્યભાર પણ વધારે રહે છે. અહીં 24 કલાક નર્સની જરૂર પડે છે. જો આ પરિસ્થતિમાં બધી જ નર્સ એકે સાથે રજા પર ઉતરી જાય તો હોસ્પિટલનું તંત્ર ખોરવાય જાય.

આપણા દેશમાં અમુક છૂટછાટ આપવામાં આવે છે તેવી છૂટછાટ યુએસમાં આપવામાં આવતી નથી. ત્યાંના નિયમ બહુજ કડક છે. એકી સાથે હોસ્પિટલની બધી જ નર્સ ગર્ભવતી થઇ જાય અને રજા પર ઉતરી જાય તો મોટા પાયે હોસ્પિટલની બદનામી થાય.

આ હોસ્પિટલમાં કોઈ કારણ વગર આમ પણ રજા આપવામાં નથી આવતી. પરંતુ આ પરિસ્થિતિમાં રજા આપવી જ પડે. નર્સો ગર્ભવતી થતા હોસ્પિટલ ભારે મુશ્કેલની સ્થિતિમાં મુકાઈ ગયું છે. કારણકે ત્યાંના નીતિનિયમ અનુસાર, સ્ત્રી ગર્ભવતી થાય એટલે તેને અમુક સમય માટે મેટરનિટી લિવ મળે છે.

ઓ એક નર્સને કારણ વગર રજા ના આપી શકતા હોય ત્યારે બધી જ નર્સ એક સમયે રજા પર ઉતરેતો હોસ્પિટલ પર ખરાબ અસર પડે છે. આ બધી જ નર્સો ઓક્ટોબરથી જાન્યુઆરીના સમય ગાળામાં બાળકને જન્મ આપશે.

ગર્ભવતી નર્સોએ એક સાથે આ વાતને સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી. આ વાત સોશિયલ મીડિયામાં હવાની માફક ફેલાઈ ગઈ છે.

9 નર્સ પ્રેગ્નેન્ટ થતા બધી રજા પર ઉતરી ગઈ છે ત્યારે હોસ્પિટલના કામને પહોંચી વળવા હોસ્પિટલના સ્ટાફે અન્ય પૂર્વ તૈયારી કરી લીધી છે. જયારે બધી નર્સો મેટરનિટી લિવ પર ઉતરશે ત્યારે તેની જગ્યાએ તે રજા પર પરતના ફરે ત્યાં સુધી અન્ય 9 નર્સને નોકરી પર રાખવામાં આવી છે. સાથે જ ગર્ભવતી નર્સને બાળકોને જન્મ આપવામાં કઈ સમસ્યા ના થાય તે માટે તેની પણ પૂરતી સારસંભાળ રાખવામાં આવશે.

આ બધી નર્સની ગર્ભાવસ્થા દરમિયાન જે તસ્વીર વાયરલ થઇ હતી તેમાં બધી હોસ્પિટલમાં ડ્રેસમાં નજરે આવે છે. બધાએ પોત-પોતાના હાથમાં એક કાર્ડ લીધું હતું જેમાં તેની ડીલેવરીની તારીખ પણ લખી હતી.

સૌથી ખુશીની વાત એ છે કે, ગર્ભાવસ્થા દરમિયાન બધી નર્સ એકબીજાનો ખ્યાલ રાખે છે. હોસ્પિટલ પ્રસાશનને એકે નિવેદનમાં જણાવ્યું હતું કે, નર્સ એકબીજાનો સાથ આપી રહી છે. આ સાથે જ નર્સને લઈને બધા જ સજાગ છે. આ બધી નર્સ હોસ્પિટલમાં ત્યાં સધી કામ કરતી રહેશે જ્યાં સુધી તે માતા ના બની જાય.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks