આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 16 જાન્યુઆરી 2020

0
Ads

મેષ – અ, લ, ઈ
આજે પૈસાની લેવડ દેવડ અને કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા બધા જરૂરી કાગળ ચેક કરી લેવા જરૂરી છે. આજે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. આજે ઘરમાં કોઈ નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરશે, તમે આજે ધારેલ કામ નહિ કરી શકો. જો તમે ઘરમાં શાંતિ બનાવી રાખવા માંગો છો તો તમારે તમારી વાણી અને વર્તન પર આજે કાબુ રાખવાનો છે. આજે તમારા જીવનસાથી તરફથી તમને સપોર્ટ મળશે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવાની જરૂરત છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
વૃષભ – બ, વ, ઉ
શેર, લોટરી અને કોમોડિટી સાથે જોડાયેલ વ્યક્તિને આજે નુકશાન થવાની સંભાવના છે. આજે પરિવારમાં કોઈની સાથે વાદ વિવાદ થઇ શકે છે. આજે કોઈ વડીલ કે ઉપરી અધિકારી સાથે વાત કરતા તકેદારી રાખજો. આજે પ્રેમીઓ માટે ઘણો સારો દિવસ છે. એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. જે પણ મિત્રો નોકરીની શોધમાં છે કે પછી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમની માટે આજનો દિવસ ફાયદાકારક છે. આજે અચાનક અમુક મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડશે. વેપારી મિત્રોને આજે બિઝનેસને કારણે લાંબી મુસાફરી કરવાની રહેશે. સાથે રહેલ જરૂરી કાગળો અને દસ્તાવેજ ધ્યાનથી સાચવજો.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ
મિથુન – ક, છ, ઘ
આજે તમે ભવિષ્ય માટે કોઈ પ્લાન વિચારો છો તો તે આજે સફળતા પૂર્વક કરી શકશો. આજે મિત્રોનો તમને સહયોગ મળશે. આજે પરિવાર સાથે તમારા સંબંધો મજબુત થશે. આજે પ્રેમીઓ માટે સારો દિવસ છે. જો તમે તમારા પ્રિયપાત્રને લગ્નનો પ્રસ્તાવ મુકવા માંગો છો તો આજનો દિવસ યોગ્ય છે તમને પોઝીટીવ જવાબ મળશે. જે પણ મિત્રો નોકરીની શોધમાં છે તેમને સારી કંપની માંથી ઓફર મળશે. આજે વેપારી મિત્રોનો સંપર્ક નવા લોકો સાથે થશે જે તમને ભવિષ્યમાં ઘણા ઉપયોગી થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
કર્ક – ડ, હ
આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
સિંહ – મ, ટ
બહુ જલદી પૈસા કમાઈ લેવાની માનસિકતામાં થોડી ધીરજની જરૂરત છે. આજે ઓફિસમાંથી કોઈ મોટા પ્રોજેક્ટમાં તમને કામ મળશે. આજે અમુક કામમાં તમને તમારા મિત્રો અને પિતરાઈ ભાઈઓની મદદ મળશે. આજે તમારા ભાઈ બહેન સાથે સંબંધ મજબુત થશે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો. આજે મુક જુના મિત્રો સાથે તમારી મુલાકાત થશે. જૂની વાતો અને પ્રસંગોથી તમે તમારું મન ફ્રેશ કરી શકશો. આજે વિદેશ જવા માંગતા મિત્રોને સારા સમાચાર મળશે. ખરીદી કરવામાં તકેદારી રાખજો નાહકની અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ વધી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
કન્યા – પ, ઠ, ણ
આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
તુલા – ર, ત
આજે વાહન ચલાવતા તકેદારી રાખવી ચલણ ભરવું પડી શકે છે. આજે તમને અમુક લોકોનું આકર્ષણ રહેશે. કોઈની પણ વાતમાં આવીને પૈસા રોકવા માટે ઉતાવળે તૈયાર થવું નહિ. આજે પૈસાનું નુકશાન થવાના યોગ છે. કોઈને પણ આજે પૈસા આપવા નહિ. આજે તમારા નજીકના કોઈ વ્યક્તિ તરફથી તમને દગો મળશે. આજે સાંજના સમયે ધનલાભ થશે અને સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. વેપારને વિદેશમાં સ્થાયી કરવા માંગતા મિત્રો પાસે સારો પ્રસ્તાવ આવશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આહે ખર્ચ વધારે થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
વૃષિક – ન, ય
આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
ધન – ભ, ધ, ફ, ઢ
ધનલાભ માટે આજનો દિવસ સારો છે. તમારા અટકેલા પૈસા આજે પરત મળશે. આજે મકાન અને જમીનમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે. આજે તમારા પિતરાઈ ભાઈ અને બહેનનો સારો સપોર્ટ મળશે. આજે તમારા સગા ભાઈ બહેન સાથે તમારે મતભેદ થવાની સંભાવના છે. આજે નોકરી કરતા મિત્રોને વધારાનું કામ કરવું પડશે. વેપાર કરવા માંગતા મિત્રો માટે આજનો દિવસ સારો છે. તમારા મનમાં રહેલ બિઝનેસ પ્લાનને પરિવાર સાથે ચર્ચા કરો અને તેને કેવીરીતે સફળ કરવો તેના વિષે આજે મહત્વની ચર્ચા કરી શકશો. વિદેશમાં જેમના પણ સંપર્ક છે તેમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો
મકર – જ, ખ
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
કુંભ – ગ, શ, સ
આજે જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. આજે ડાયાબિટીસ, બીપી, હ્રદય રોગ વગેરે જેવી બીમારીના દર્દીઓએ ખાસ તકેદારી રાખવી. આજે બહારનું ખુલ્લું ખાવાનું અને પીવામાં ખાસ તકેદારી રાખજો. વિદેશમાં ભણવા જવા માંગતા મિત્રોને આજે સારા સમાચાર મળશે. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં વધુ ધ્યાન રાખવાની જરૂરત છે. આજે અમુક મહત્વના દસ્તાવેજ અને ડોકયુમેન્ટ સાચવીને રાખવા. તમારી આસપાસ ક્યાંક ચોરી થવાના યોગ છે. આજે વેપાર સંબંધિત કોઈ મુશ્કેલી આવી શકે છે. આજે વધારે ફાયદો મેળવવાના લોભમાં તમે તમારું જ નુકશાન કરી ના લો એ વાત ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ
મીન – દ, ચ, જ, થ
ઘરમાં આજે મહેમાન આવવામાં વધારો થશે દરેકને મળવાથી તમારું મન પ્રફુલિત થઇ જશે. અણધારી ઘણી બધી ભેટ તમને મળશે. તમારા સંતાનોને આજે કોઈ ઈજા ના થાય એની તકેદારી રાખજો. કામ પણ એટલું વધશે તમારા જીવનસાથીને કામમાં મદદ કરો આમ કરવાથી તમારા જીવનસાથી તરફથી તમને ભરપૂર પ્રેમ મળશે. આજનો દિવસભર બહુ વ્યસ્ત રહેવાને કારણે થાક અનુભવશો. તબિયતની કાળજી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – પરિવારની સાથે આ વર્ષે ઘરે જ યોગાસન, કસરત અને યોગ્ય ડાયટ ફોલો કરજો વધી ગયેલું વજન આ વર્ષે પરેશાન કરશે તો કોઈ કાયમી બીમારી શરીરમાં ઘર કરે એ પહેલા થઇ જાવ સાવધાન. કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા માટે આજે તમારે કોઈ અંતિમ નિર્ણય લેવાની જરૂર છે તમારું આ પગલું તમારા તરફેણમાં જ રહેશે. પૈસાની લેણ-દેણ ને વ્યવહારમાં થોડી સાવધાની રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.