આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 16 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
વેપાર વધારવા માટે આજે ખાસ વ્યક્તિઓ તરફથી તમને મદદ મળશે. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે. માનસિક શાંતિ માટે આજે ધાર્મિક અને આધ્યાત્મિકતા તરફ તમારું મન વળશે. આજે નોકરી શોધતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે.

નોકરી કરતા મિત્રોએ તેમનું કામ આજે ઈમાનદારી અને સમજદારીથી કરવાનું છે. વેપારી મિત્રોને આજે ભાગીદાર સાથે કોઈ ગેરસમજ થઇ શકે છે. આજે જીવનસાથી તરફથી તમને બોલચાલ થઇ શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : કાળો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે પૈસાની લેવડ-દેવડમાં ખાસ તકેદારી રાખવી, આજે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે, નવો બિઝનેસ શરુ કરવા માંગતા મિત્રો ભાગીદારી કરતા પહેલા ખાસ તકેદારી રાખવી. પરિવાર સાથે આજે નાનકડી મુસાફરી કરવાના યોગ છે. આજે તમારા વડીલોની તબિયત પણ થોડી નરમ ગરમ રહેશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે સમાજના અમુક કાર્યમાં તમે ભાગ લઇ શકશો. શેર માર્કેટ અને લોટરીથી સારો ધનલાભ થશે. તમારો આવનાર સમય આર્થિક રીતે મજબુત બનશે. જુના પ્રેમ સંબંધો તાજા થશે. પરણિત મિત્રોના સંબંધો વધુને વધુ મજબુત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સામાન્ય રહેશે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે આજે પોઝીટીવ દિવસ છે. બીજાને મદદ કરવી સારી વાત છે પણ કાઈ પણ જાણકારી વગર કોઈને ઉધાર આપવું એ યોગ્ય નથી. આજે પૈસા ડૂબવાના યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ, હ (Cancer):
આજે કોઈપણ નેગેટીવ વિચાર તમારે મન પર લાવવાના નથી આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

5. સિંહ – મ, ટ (Lio):
આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગ્રે

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ અને પત્ની આજે ખુબ સારો સમય સાથે વિતાવી શકશે. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે. આજે દિવસના અંતે તમને સારા સમાચાર મળશે. જીવનસાથીને ખુશ રાખો તેને દુખી કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
આજે તમારા નિયમિત ખર્ચમાં વધારો થશે ક્યાંક તમારો ખર્ચ તમારા બજેટની બહાર ના જાય તેની તકેદારી રાખજો. રોકાણ કરવા માટે જે પણ તક મળે તેમાં તમારા ભવિષ્યના ફાયદા અને નુકશાન બંનેની ચકાસણી કરજો પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
વેપારી મિત્રોને આજે ખાસ લોકો સાથે મુલાકાત થશે, ઘણા સમય પહેલા કરેલ રોકાણથી તમને ધનલાભ થશે. આજે જુના મિત્રોને મળવાનું થશે, જૂની વાતો યાદ કરીને તમને આજે આનંદ મળશે. આજે જીવનસાથી અને બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો. જે પણ મિત્રો વારંવાર પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્લાન બનાવે છે પણ એ પૂર્ણ નથી કરી શકતા તેવા મિત્રો આજથી શરૂઆત કરી શકો છો તેનો ફરક તમને થોડા જ સમયમાં દેખાશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ વિકેન્ડ પર ખરીદી કરવાનો તમને ભરપુર સમય મળશે. વધુ પડતો ખર્ચ દિવસના અંતે તમને પરેશાન કરશે. લોકો વચ્ચે પોતાનું નામ બનાવવા માટે તમારે કોઈપણ પ્રકારના જુઠાણાનો ઉપયોગ કરવાનો નથી. લોકો આજે તમારી પાસેથી અનેક પ્રકારની મદદ માંગશે. લોકોની ઉપેક્ષા કરશો નહિ બીજાને બનતી મદદ કરજો. ભવિષ્યમાં એ મદદનો બદલો તમને જરૂર મળશે. આજે સાંજે જીવનસાથી સાથે સમય વિતાવો આજે એક અલગ જ દુનિયાનો અનુભવ તમને થશે. આજે તમે ધરેલા દરેક કામ પૂર્ણ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો..

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.