ખબર

ગુજરાતમાં કોવિડે ફૂફાડો ફેલાવ્યો: 24 કલાકમાં 367 નવા કેસ, કુલ મૃતાંક 1000 નજીક પણ એક સારા સમાચાર આપ્યા વૈજ્ઞાનિક સલાહકારે

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડના દર્દી ભારતમાં 163,120 ઉપર થઇ ગયા છે અને ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં 367 ન્યુ કેસ નોઁધાયા છે. જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે અને સાથે જ 454 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 15572 થયો છે જ્યારે કુલ મૃત્યુઆંક 960એ પહોંચ્યો છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 8003 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ક્યા કેટલા નવા કેસ નોંધાયા
આજના ન્યુ નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 247, સુરતમાં 44, વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છ અને રાજકોટમાં 7-7, આણંદ અને પંચમહાલમાં 2-2, ગાંધીનગરમાં 4, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં એક એક કેસ નોઁધાયા છે. ગુજરાતમાં આજના નવા 22 મોતમાંથી અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં એક એક પેશન્ટના મૃત્યુ થયા છે.

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક એડવાઈઝર ડોક્ટર સાહેબ કે વિજય રાઘવને આજે પ્રેસ કોન્ફરસમાં કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રોસેસ ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી અમુક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. વધુમાં કહ્યું કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે.

વધુમાં ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહી છે. ઘણી સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની પ્રોસેસ માં લાગી ગઈ છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે જનરલી કોઈ પણ વેક્સીન બનાવવામાં 10-15 વર્ષ લાગી જાય છે અને તેનો ખર્ચ 20- 30 કરોડ ડોલર સુધી આવે છે. કારણ કે કોવિડ 19 માટે એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરવાનું લક્ષ્ય છે, તેવામાં ખર્ચ વધીને 20 અબજથી 30 અબજ ડોલર થઈ શકે છે. હવે અમારી કોશિશ છે કે 10 વર્ષને ઘટાડીને બસ 1 વર્ષમાં વેક્સીન ડેવલોપ કરી દઈએ. ત્યારે અમારે ઘણા મોરચા પર એક સાથે આગળ વધવુ પડશે. તેમાં રેગ્યુલેટરી લેવલથી લઈને ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને ઝડપી કરવી પડશે અને ત્યારે ખર્ચ વધીને 2થી 3 અબજ ડોલર થઈ શકે છે.


ગુજરાતમાં અમદાવાદમાં 16, વડોદરા-3, કચ્છ, પાટણ, અને સુરેન્રનગરમાં એક એક મરણ આજ રોજ કોવિડ-19નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ 960 મરણ થયેલ છે.