ખબર

ગુજરાતમાં 15 વર્ષના બાળકમાં નોંધાયો મ્યુકોરમાઈકોસિસનો પહેલો કિસ્સો, કેવી હાલત થઇ જાણો છો?

15 વર્ષનો બાળક શિકાર બન્યો કાળી ફંગસનો, સર્જરી દરમિયાન શું થયું જાણો છો? ચોંકાવનારું થયું જાણો…

ગુજરાતના માથે કોરોના સંક્ર્મણ સિવાય બીજો એક ખતરો મ્યુકોરમાઈકોસિસનો મંડરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસિસના ઘણા કેસ પણ સામે આવી ગયા છે.

પરંતુ અત્યાર સુધી આ રોગ ફક્ત કોરોનાથી સાજા થયેલા વયસ્ક લોકોમાં જ જોવા મળતો હતો પરંતુ હાલ ગુજરાતમાંથી બાળકનો પહેલો કિસ્સો સામે આવ્યો છે જે મ્યુકોરમાઈકોસિસ રોગની ઝપેટમાં આવી ગયો હોય. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેની સારવાર પછી અમદાવાદના 15 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ થયો હતો. જેની સારવાર અમદાવાદના ચાંદખેડામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારે આ રોગની સરવર દરમિયાન તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું જેમાં તેના મોઢાના જમણી સાઈડના દાંત કાઢવા પડ્યા હતા.

આ બાબતે વિશે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. અભિષેક બંસલે જણાવ્યું કે, “હાલ આ કિશોર સ્વસ્થ છે અને તે દેખરેખ હેઠળ છે. 15 વર્ષનો કિશોર ગયા મહિને કોરોનાનો શિકાર બન્યો હતો જેના બાદ તેને 10 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

એપ્રિલ મહિનામાં કોરોનાની સારવાર દરમિયાન બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. તેના બાદ  24 એપ્રિલના રોજ બાળક કોરોનામુક્ત થઈને ઘરો ગયો હતો. જેના પછીના અઠવાડિયામાં બાળકની અંદર મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોવા મળ્યા હતા.”

વધુમાં ડોક્ટર બંસલે જણાવ્યું હતું કે, ” બાળકના દાંત અને તાળવામાં તકલીફ હોવાના કારણે તાત્કાલિક તેનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરીને તેનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે. “