સુરતમાં પાડોશના બે યુવકોએ બનાવી 15 વર્ષિય સગીરાને પોતાની હવસનો શિકાર, દિવાળીએ હોટેલમાં લઇ ગયેલા, હવે પેટ તપાસ્યું તો ફૂટ્યો ભાંડો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને સગીરાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવકો નાની ઉંમરની સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવે છે. આવા કિસ્સાઓ સુરત, વડોદરા અને અમદાવાદ તેમજ રાજકોટમાંથી વધુ સામે આવે છે. હાલમાં પણ સુરતમાંથી જ દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો છે, જે બાદ ચકચાર મચી જવા પામી છે. સુરતની એક 15 વર્ષિય કિશોરીને પાડોશમાં રહેતા બે યુવકોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલ તો પોલિસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મત છે)

આ ઘટના ત્યારે સામે આવી જયારે કિશોરીને પેટમાં દુખાવો ઉપડ્યો અને તે બાદ તેને તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવી ત્યારે તેને અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યુ હતુ, આ બાદ ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના પુણાગામમાં રહેતી 15 વર્ષિય સગીરા સાથે પાડોશમાં રહેતા અજય સોની નામના યુવકે પહેલા મિત્રતા કેળવી હતી અને તે બાદ તેને ભોળવી હોટલમાં લઇ ગયો હતો, જયાં તેણે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ તે પાડોશનું ઘર ખાલી કરીને જતો રહ્યો હતો અને તે બાદ આ જ ઘરમાં એક યૂસુફ શેખ નામનો વ્યક્તિ ભાડે રહેવા આવ્યો હતો.

આ નરાધમે પણ કિશોરી સાથે મિત્રતા કેળવી હતી અને તેને રૂમમાં એકલી બોલાવી હતી. આ કિશોરી તો તે વ્યક્તિને અંકલ કહીને બોલાવી હતી પણ તે વ્યક્તિએ તો કોઇ શરમ જ ન રાખી અને કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો. ત્યારે એક દિવસ કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને તે બાદ તેને અઢી મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યુ હતુ, જે બાદ પરિવારજનોએ સગીરા સાથે પૂછપરછ કરી ત્યારે આ નરાધમોનો ભાંડો ફૂટ્યો હતો.

હાલ તો પોલિસે બંને નરાધમ અજય સોની અને યૂસુફ શેખની સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. અજય સોનીની વાત કરીએ તો, તે કિશોરીને વર્ષ 2021માં દીવાળી સમયે યોગીચોક ગાર્ડન પાસે એક હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં તેણે દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઉપરાંત યૂસુફની વાત કરીએ તો, તેણે તો વારંવાર કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.

Shah Jina