એક ભૂલ કરી અને અમદાવાદમાં 15 વર્ષનો દેવ મૃત્યુ પામ્યો, બિચારા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં 16 વર્ષના દેવ પઢીયારનું થયું મૃત્યુ, જન્માષ્ટમીએ પરિવારે ગુમાવ્યો કનૈયો, બસ એક ભૂલ થઇ ગઈ

દેશભરમાં જન્માષ્ટમીનો પર્વ ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ થઇ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે આવા જ એક કાર્યક્રમમાં એક દુર્ઘટના બની અને કાન્હો બનેલા કિશોરનું મોત નિપજતા મટકી ફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાઈ ગયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિત અનુસાર, અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તરમાં આવેલી હનુમાન પોળમાં આવેલી લાલાની પોળમાં પણ ગત રાત્રે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે પોળના યુવાનો અને કિશોરો ભેગા થઇ અને આ મટકી ફોડનો કર્યક્રમ કરવાના હતા. પરંતુ અચાનક જ એવી દુર્ઘટના સર્જાઈ કે પોળમાં હાહાકાર મચી ગયો હતો અને ચીસો ગુંજી ઉઠી હતી.

આ ઘટનામાં બન્યું એવું કે મટકી બાંધવા માટે દરડું ચબુતરા ઉપર બાંધવામાં આવ્યું હતું, અને જેવા જ યુવાનો મટકી ફોડની ઉજવણી કરવા માટે ગયા કે ત્યારે જ દીવાલ અને ચબુતરો તૂટી ગયો હતો, જેમાં મટકી ફોડ માટે કાન્હો બનેલા 15 વર્ષનો દેવ પઢીયાર જમીન ઉપર પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત દેવનો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

આ ઘટનાના કારણે સમગ્ર પોળમાં ચકચારી મચી ગઈ હતી, દેવનો પરિવાર પણ તહેવારના દિવસે જ પોતાના લાડકવાયા દીકરાને ગુમાવતા આઘાતમાં આવી ગયો હતો, આ સમગ્ર મામલે દરિયાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનામાં અન્ય 2-3 લોકો પણ ઘાયલ થવાની ખબર મળી રહી છે

Niraj Patel