અમદાવાદમાં સગી માસી બની રાક્ષશ, માસીએ પોતાની જ ભાણી પર બે વાર બળજબરીથી સુખ માણવામાં યુવકની મદદ કરી – ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર નાની નાની સગીરાઓને પણ પોતાની હવસનો કેટલાક યુવકો શિકાર બનાવતા હોય છે. જયારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ખૂબ જ ચકચાર મચી જતી હોય છે. ઘણીવાર કેટલીક સંબંધોને લાંછન લગાવે તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક બળાત્કારનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે માસી-ભાણીના સંબંધોને લાંછન લગાવ્યો છે.

આ કિસ્સામાં એવું બન્યુ છે કે, સગી માસીએ પોતાની સગીર વયની ભાણીને પોતાના મિત્ર પાસે મોકલી હતી, જ્યાં આરોપી મિત્રએ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, સગીરાને 7 મહિનાને ગર્ભ રહી જતા આ મામલો સામે આવ્યો હતો. ઘટનાની વિગત જોઇએ તો, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગી માસીએ પોતાની 15 વર્ષની ભાણી પર દુષ્કર્મ ગુજારવામાં પોતાના મિત્રની મદદ કરી હતી. આરોપી મિત્રનું નામ બળદેવ સાગઠીયા છે. બળદેવ પીડિતાની માસીનો મિત્ર અને ધર્મનો ભાઇ છે.

સગીરાના શરીમાં ફેરફાર દેખાવાને કારણે તેની માતાએ ડોક્ટર પાસે તેની તપાસ કરાવી હતી અને આ દરમિયાન સામે આવ્યુ હતુ કે, તેને 7 મહિનાનો ગર્ભ છે. આ બાબતે સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી અને સગીરાએ પોતાની સાથે બનેલ ઘટના જણાવી હતી. નવ મહિના પહેલા સગીરા જયારે પોતાની માસી સાથે બજારમાં ગઇ ત્યારે માસીનો મિત્ર બળદેવ ત્યાં આવ્યો અને સગીરાની માસીને તેણે પ્રેમ સંબંધ કરાવવા માટે જણાવ્યુ.

જે બાદ માસી તેની ભાણીને લઇને ધર્મના ભાઇ સાથે એક ઘરમાં અને તેને બીજા રૂમમાં આરોપી બળદેવ સાથે મોકલી, જે બાદ આરોપીએ સગીરાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ બાદ થોડા દિવસો પછી પણ આરોપી જયારે પીડિતા તેની માસી સાથે જતી હતી ત્યારે ફરી તેને બાઇક પર બેસાડી ઘરે લઇ ગયો અને બીજી પણ તેણે સગીરાની મરજી વિરૂદ્ધ જબરદસ્તી સંબંધ બાંધ્યા હતા. આ મામલે હાલ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

પરિવારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરી સગીરાને મેડિકલ માટે મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે એવી પણ માહિતી સામે આવી છે કે, સગીરાની માસીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતા અને આ વાતની જાણ ભત્રીજીને હોવાથી પોતાની કાળી કરતૂત છૂપાવવા સગીરા સાથે દુષ્કૃત્ય કરવામાં પોતાના મિત્રને મદદ કરી.

Shah Jina