ખબર

હે ભગવાન…રેલના પાટા પર આરામ કરી રહેલા 15 શ્રમિકો ટ્રેન નીચે કચડાઈ ગયા અને મોત થયું – જાણો વિગત

એકબાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો પરપ્રાંતીય મજૂરો તેના ઘર તરફ જઈ રહ્યા છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. મજૂરો ઘરે જવા મૅટ નીકળ્યા હતા પરંન્તુ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 15 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. મૃતકોમાં મજૂરોના બાળકો પણ સામેલ છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના શુક્રવારે સવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.

કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. સાથે જ તેમને ટ્રેન પકડી હતી. તેમને મધ્યપ્રદેશ જવાના હતા. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા. થાકી ગયા હોય પાટા પર જ સુઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનના સંકજામાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મજૂરો એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા.

ટના બાદ ટ્રેક પર મજૂરોના શબોની સાથે રોટલીઓ વેરવિખેર હાલતમાં પડેલી જોવા હતી. મજૂરોએ ખાવા માટે આ રોટલીઓ પોતાની પાસે રાખી હતી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: