15 પત્નીઓ સાથે રહે છે ગરીબ દેશનો રાજા, ખરીદે છે કરોડોની કાર અને પ્લેન…

આ દેશમાં રાજા કુંવારી છોકરીઓના કપડાં ઉતારીને કરાવાય છે ‘પરેડ’, 15 પત્નીઓ સાથે આવી લક્ઝુરિયસ લાઈફ જીવે છે જુઓ PHOTOS

21 મી સદીમાં વિશ્વનો એક દેશ એવો છે કે જેનો રાજા દર વર્ષે પોતાના માટે નવી રાણીની પસંદગી કરે છે. આ રીતે આ રાજાએ અત્યાર સુધીમાં 15 પત્નીઓ બનાવી છે

અને રાજાને આ રાણીઓના 25 થી વધુ બાળકો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજા જે રીતે રાણીની પસંદગી કરે છે તે પણ આશ્ચર્યજનક છે. આ માટે કુંવારી છોકરીઓની પરેડ કરાવવામાં આવે છે અને આ છોકરીઓને જોઈને રાજા સૌથી સુંદર છોકરીને તેની પત્ની તરીકે પસંદ કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડની. એક એવો દેશ જે ગરીબ દેશોમાંનો એક છે અને તેના 60 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. પરંતુ હજી પણ અહીંના રાજાનું શાનો શૌકતનું જીવન જીવવાનું બંધ થયું નથી.

આશરે 1.3 મિલિયન વસ્તી ધરાવતો આ દેશ આફ્રિકામાં સ્થિત છે. સ્વાઝીલેન્ડના રાજાની 15 પત્નીઓ છે, જેના માટે તેમણે તાજેતરમાં રૂ.119 કરોડ સુધીની લક્ઝરી કાર ખરીદી છે. જેમાં 15 રોલ્સ રોયસ અને ગણી બધી બીએમડબ્લ્યુ કાર શામેલ છે. તેના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાજાની પત્ની પસંદ કરવાની વિચિત્ર રીત છે. દર વર્ષે કુંવારી છોકરીઓની પરેડ થાય છે. બધી કુંવારી છોકરીઓ રહે છે. આ છોકરીઓને જોઈને રાજા પોતાના માટે નવી પત્નીની પસંદગી કરે છે. જો કોઈ છોકરી આ પરેડમાં ભાગ લેતી નથી, તો તેને ઘણી પ્રકારની સજા આપવામાં આવે છે.

કુંવારી છોકરીઓની પરેડમાંથી  પત્નીને પસંદ કરવાની પ્રથા પર હંમેશાં સવાલ ઉભા થયા છે. તમામ વિરોધ છતાં, આ પ્રથા બંધ કરવામાં આવી નથી.

સ્વાઝીલેન્ડમાં દર વર્ષે સપ્ટેમ્બરમાં રીડ ડાન્સ સમારોહ યોજવામાં આવે છે. દર વર્ષે યોજાયેલા આ સમારોહમાં હજારો કુંવારી છોકરીઓ શામેલ હોય છે. આ સમારોહમાં, કુંવારી છોકરીઓને પરેડ કરાવવામાં આવે છે રાજાની નજર સૌથી સુંદર છોકરીની શોધમાં રહે છે

અને તેઓ તેને પત્ની બનાવવા માટે પસંદ કરે છે. આ પ્રથા પર વર્ષોથી ઘણી છોકરીઓ દ્વારા સવાલો કરવામાં આવતા હતા તો પણ આ પ્રથા ચાલુ છે. જો યુવતી પરેડમાં ભાગ લેતી નથી તો તેના પરિવારને ભારે દંડ ફટકારવામાં આવે છે.

ગયા વર્ષે, તેમના જન્મદિવસ પ્રસંગે, રાજાએ તેના દેશનું નામ સ્વાઝીલેન્ડથી બદલીને ઇસ્વાતિની રાખ્યું હતું. જો કે, આજે પણ મોટાભાગના લોકો તેને સ્વાઝીલેન્ડ કહે છે. રાજા 434 કરોડનો માલિક કહેવામાં આવે છે. રાજા પાસે ખાનગી જેટ તેમ જ પોતાનું એરપોર્ટ છે. 2014 માં, રાજાએ તેમના ઘરનું વાર્ષિક બજેટ 437 કરોડ રૂપિયા કર્યુ હતું.

રાજાની 15 પત્નીઓ સાથે 25 થી વધુ બાળકો છે. આ પહેલીવાર નથી જ્યારે રાજા વિવાદમાં ફસાયો હોય. આ પહેલા પણ, તેઓ 1841 કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ લક્ઝરી જેટ ખરીદવાના વિવાદોમાં ફસાયો હતો. જ્યારે દેશના મોટાભાગના લોકો નાના સાધનોથી પણ વંચિત હતા.

Patel Meet