અજબગજબ

જો આ 15 આવિષ્કારોને રોજિંદા જીવનમાં શામિલ કરી લીધા તો જીવનમાં કોઈપણ સમસ્યા નહીં રહે

દુનિયામાં ઘણી વિચિત્ર અને સારી વસ્તુઓના આવિષ્કાર થતા રહે છે. છતાં પણ આપણા રોજિંદા જીવનમાં કંઈક તો એવું ચોક્કસ હોય છે જેને કરવામાં ખુબ આળસ કે અણગમો આવતો હોય છે. એવામાં અમુક એવી વસ્તુઓની શોધ થઇ ચુકી છે જેનાથી તમને ઘણી મદદ મળી રહેશે. જાણો આ વસ્તુઓ વિશે

1. Finger-Stylus: સ્માર્ટ ફોન યુઝર્સ માટે આ ખુબ જ સારું રહેશે. તેને પહેર્યા પછી એક હાથથી જ પુરા ફોનને સહેલાઈથી ઑપરેટ કરી શકાશે.

2. સૂટકેસ અને સ્કૂટર:

સૂટકેસમાં વ્હીલ તો લગાવેલા હોય જ છે, પણ લોકોની ડિમાન્ડ હતી કે સુટકેસની સાથે સ્ફુટર પણ આવવા લાગે જેથી તેઓને ચાલવું ન પડે.

3. ફૂડ એલર્જી ચેકર:

તેના આવવાથી કંઈપણ ખાતા પહેલા માત્ર ચેક કરવાનું રહેશે. આ તે લોકો માટે સૌથી ઉપીયોગી છે, જેઓ કંઈપણ ખાવાની ના નથી કહેતા.

4. નસકોરા રોકવાનું ઉપકરણ:
જે લોકો નસકોરાને લીધે બીજાઓની નીંદર ખરાબ કરે છે, તેના માટે આ ઉઅકરણ લગાવ્યા પછી દરેક શાંતિથી ઊંઘી શકશે.

5. વર્ચ્યુઅલ કીબોર્ડ પ્રોજેક્ટર:
આ કીબોર્ડ પ્રોજેક્ટર સ્માર્ટ ફોન અને ટેબ્લેટની સાથે તમારા કામને આસાન બનાવવા માટે બનાવવામાં આવ્યું હતું. જો કે તે કોઈપણ ઉપકરણ સાથે ઉપીયોગમાં લઇ શકાય છે.

6. પિઝ્ઝા ઓવન:
એવું પિઝ્ઝા ઓવન જે માત્ર 6 મિનિટમાં જ પિઝ્ઝા બનાવી શકે છે. આ ઉપકરણની ખાસિયત એ છે કે તેમાં 2 બેકિંગ સ્ટોન લાગેલા છે, જે સીધું જ ગરમીને અવશોષિત કરે છે અને સમાન રૂપથી પુનર્વિતરિત કરે છે.

7.એક બોક્સ જેમાં તમને એકલામાં મુવી જોવા મળે:
HBO બૉક્સ દ્વારા તમે એકાંતમાં તમારી પ્રિય ફિલ્મ, સિરીઝ કે કોઈ પ્રોગ્રામ જોઈ શકો છો.

8. ફ્યુલને કંટ્રોલ કરનારું ઉપકરણ:
GoFar ડ્રાઈવરોને લાઈવ, વાસ્તવિક સમય પર ફીડબેક આપે છે. તેના આધારે ડેશબોર્ડ પર એલઇડી ડિસ્પ્લેની સાથે, ડ્રાઇવરને લાલ અને બ્લુ લાઈટની સાથે ખબર પડે છે કે તેની ગાડીમાં કેટલું ફ્યુલ બચ્યું છે અને તે કેવા પ્રકારની ડ્રાઈવિંગ કરી રહ્યો છે.

9. પોર્ટેબલ વોશિંગ મશીન:
આ પોર્ટેબલ વોશિંગ મશીન કોઈપણ સિંકને વોશિંગ મશીનમાં બદલાવી શકે છે જે અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપીયોગ કરે છે. જ્યારે તેને સિંક સાથે જોડવામાં આવે, તો તે અલ્ટ્રાસોનિક સાઉન્ડવેવનું ઉત્સર્જન કરે છે, જે કપડાની ગંદકીને સાફ કરે છે.

10. મૂડ બદલનારું બેગ:
આ બેગ તમારા કિંમતી સામાનની સુરક્ષા કરવાની સાથે સાથે બીજા લોકોના હિસાબે તમારા મૂડને પણ એડજસ્ટ કરે છે.

11. કુતરાઓ માટે પૉ ક્લીનર:
કુતરા પ્રેમીઓના ઘરમાં આ ક્લીનર ચોક્કસ હોવું જોઈએ. આ મશીનની અંદર કુતરાઓને પેક કરીને આસાનીથી સાફ કરી શકાય છે.

12.Bacon(માંસ) પકાવવા માટે ટોસ્ટર:
માત્ર બ્રેડ જ નહિ પણ આ ટોસ્ટરમાં તમે માંસ પણ રાંધી શકો છો.

13. ડીશ સાફ કરવા માટેનું ઉપકરણ:
આ ડીશ વોશર સ્પિનિંગ બ્રશની મદદથી હાથ લગાવ્યા વગર જ ગંદા વાસણોને સહેલાઈથી સાફ કરી દેશે.

14. સૉલર હોટ ટબ:
ઠંડીમાં ગરમ પાણીનો આનંદ લેવા માંગો છો તો આ હૉટ સૉલર ટબ તમને  મદદરૂપ થશે.

15. ઈલ્યુંમિનેટેડ ટોઈલેટ બાઉલ:

આ ટૉઇલેટમાં તમારે લાઈટ ચાલુ કરવાની જરૂર નહીં રહે. જેમાં મોશન-લાઈટ સેંસર લાગેલા છે. આ Water Resistant(રંગ બદલનારી એલઇડી)માં લાલ, નારંગી, સફેદ અને બ્લુ જેવા ઘણા રંગો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.