કિન્નરની લવ સ્ટોરી છે જબરદસ્ત, જિંદગીમાં આવી કોઈ દિવસ નહિ સાંભળી હોય- જુઓ

લિવ ઈનમાં રહેતા કિન્નર અને છોટુએ કર્યા ધૂમધામથી, આખું ગામ થયું ભેગુ અને જોતું જ રહી ગયું

આપણા દેશની અડનાર લગ્નને એક ઉત્સવ માનવામાં આવે છે, અને એટલે જ લગ્નની અંદર ઢોલ, નગારા, બેન્ડ વાજા જોવા મળે છે. લગ્નના દરેક રીતિ રિવાજો ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે.

ઘણીવાર આપણે અનોખા લગ્નો પણ જોતા હોઈએ છીએ, તો ઘણા સમાજો પોતાના સમાજના યુવાન અને યુવતીઓના લગ્ન સમુહલગ્ન દ્વારા કરાવતા હોય છે. પરંતુ હાલમાં એક એવા સમૂહ લગ્ન સામે આવ્યા છે જેની ચર્ચાઓ આખા દેશમાં ચાલી રહી છે.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવાર્ણ રોજ 15 કિન્નરોએ એક સાથે લગ્ન કર્યા અને સાત ફેરા લઈને બધા કિન્નર લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દુલ્હન બનેલા બધા કિન્નરોએ પુરુષો સાથે હિન્દૂ રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા. લગ્નના એક દિવસ પહેલા શુક્રવારના દિવસે બધા જ કિન્નરોની પીઠી, સગાઈ અને સંગીતના રિવાજ પણ કરવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ પ્રમાણે કિન્નરોનો આવી રીતેનો સામુહિક વિવાહ પહેલીવાર જોવા મળ્યો હતો. આ સામુહિક લગ્ન 30 માર્ચ 2019ના રોજ યોજાયો હતો.

આ અનોખા લગ્ન ઉપર કિન્નર મધુએ જણાવ્યું હતું કે, “આ પહેલા જ થઇ જવું જોઈતું હતું. કારણ કે અમારા કિન્નરો પાસે અમારી ખુશી અને દુઃખો વહેંચવા વાળું કોઈ નથી હોતું. કોઈ અમારી તકલીફોને નથી સમજતું.  પરંતુ ભારતીય કાયદાએ અમને પણ હવે લગ્ન કરવાની આઝાદી આપી છે.  જેના માટે હું ભારતીય કાયદાનો આભાર માનું છું.”

તેને આગળ એમ પણ જણાવ્યું કે, “અમને પણ અમારો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. તેનાથી વધારે સારું બીજું શું હોઈ શકે છે ?” કિન્નરોની જાન ઢોલ નગારા અને નાચવા ગાવા સાથે આવી હતી. કિન્નરોના સામુહિક લગ્નને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ સમૂહ લગ્નની અંદર બિલાસપુરના છોટુ અને કિન્નર સલોનીને જોઈને પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો હતો. તેને જોઈને તે તેને કહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ કહી નહોતો શકતો. એક દિવસ બંનેની મુલાકાત થઇ અને છોટુએ પોતાના દિલની વાત સલોનીને કરી દીધી. જેના બાદ તેમના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં યોજાયા.

Niraj Patel