આપણા ભારત દેશને મહાન માનવામાં આવે છે. આપણે પણ હંમેશા ગર્વથી કહેતા હોઈએ છીએ કે “મેરા ભારત મહાન”. ઘણા વાહનો પાછળ પણ આપણે આ વાક્ય લખેલું તો જોયું જ હશે અને દિલથી આપણે પણ કબૂલ કરીએ છીએ કે આપણો દેશ મહાન છે અને મહાન જ રહેશે.

આપણા દેશની સંસ્કૃતિના કારણે તો આપણે આપણા દેશને મહાન માનીએ જ છીએ કારણ કે જે સંસ્કૃતિ આપણા દેશની છે એવી વિશ્વના કોઈ દેશમાં નથી, પરંતુ આજે અમે તમને એવી 15 વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ક્યારેય ખબર નહિ હોય. આ 15 વાતોના કારણે તમને આપણા દેશને મહાન કહેવામાં વધારે ગર્વની લાગણી અનુભવાશે. તો ચાલો જાણીએ એવી 15 વાતો આપણા મહાન દેશ વિશે.

દુનિયાના બધાજ મોટા ધર્મના લોકો આપણા દેશમાં રહે છે.
આપણા દેશમાં સર્વ ધર્મ સમભાવની ભાવના વર્ષોથી કાયમ છે જેના કારણે આપણા દેશમાં દુનિયાના બધા જ મોટા ધર્મના લોકો એકસાથે હળીમળીને રહે છે.

દુનિયાનો સૌથી મોટો પરિવાર આ દેશમાં વસે છે.
ભારત દેશમાં ઘણા સંયુક્ત કુટુંબ તમને જોવા મળશે પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી મોટો પરિવાર જે 181 સદસ્યોનો છે એ સાથે રહે છે.

મૂછો માટે પણ મળે છે બોનસ:
આ વાત જાણીને તમને ખરેખર નવાઈ લાગશે કે આપણા દેશમાં ભારતીય પોલીસ ઓફિસરોને બોનસ મળે છે.

બીજા દેશના લોકો આપણું નાણું નથી લઈ જઈ શકતા:
ભારતમાં વર્ષ દરમિયાન લાખો વિદેશીઓ પ્રવાસ માટે આવતા હોય છે પરંતુ તે લોકો પાછા વળતી વખતે આપણા દેશનું નાણું સાથે નથી લઈ જઈ શકતા.

ગાયનું પણ ઓળખપત્ર છે આપણા દેશમાં:
ભારતમાં ગાયને માતા તરીકે સ્થાન મળ્યું છે ત્યારે આપણા દેશમાં ગાયનું પણ ઓળખપત્ર બનાવવામાં આવ્યું છે.

70% મસાલાનું ઉત્પાદન ભારતમાં:
આપણા દેશમાં ખાવાની અંદર જે મસાલાનો ઉપયોગ થાય છે એ મસાલામાં 70% મસાલા ભારતમાં જ ઉગાડવામાં આવે છે.

ઋતુઓનો આનંદ:
આપણા દેશ એવો છે જેમાં 3 નહિ પરંતુ 6 ઋતુઓનો આનંદ માણી શકાય છે.

સૌથી વધુ શાકાહારી લોકો:
દુનિયાના મોટાભાગના દેશો જ્યારે નોન વેજને જ પોતાનો મુખ્ય આહાર માને છે ત્યારે આપણા દેશમાં 60%લોકો શાકાહારી છે.

અંગ્રેજી બોલવામાં બીજા નંબરે:
ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા દેશના લોકોને અંગ્રેજી બોલવામાં તકલીફ અનુભવાતી હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં અંગ્રેજી બોલવામાં આપણો દેશ બીજા નંબર ઉપર છે.

સૌથી ઓછા છૂટાછેડા ધરાવનાર દેશ:
આપણો દેશ સંસ્કૃતિપ્રધાન દેશ છે માટે આપણા દેશમાં વિશ્વના બીજા દેશની બરાબરીમાં સૌથી ઓછા છૂટાછેડાના કેસ થતા જોવા મળે છે.

પ્રેમના રક્ષકો પણ આપણા દેશમાં:
પ્રેમના વિરોધીઓ વિશે તો આપણે સાંભળ્યું જ હશે પરંતુ પ્રેમનું રક્ષણ કરવા વાળા પણ આપણા દેશમાં જ રહેલા છે. જે સમાજના અત્યાચારોથી પ્રેમ કરવા વાળાને બચાવે છે.

કોલડ્રિન્કસનો ઉપયોગ ખેતીમાં:
દુનિયાના બધા જ દેશોમાં કોક અને પેપ્સી જેવી કોલડ્રિન્કનો પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણા દેશમાં કેટલાક ખેડૂતો તેનો ઉપયોગ ખેતીમાં જંતુનાશક તરીકે કરે છે.

સોનાની સૌથી વધુ શોખીન મહિલાઓ:
આપણા દેશની મહિલાઓ સોનાને ખૂબ જ પ્રેમ કરે છે જેના કારણે દુનિયાનું 11માં ભાગનું સોનુ આપણા દેશની મહિલાઓ પાસે રહેલું છે.

અવનવી પ્રજાતી:
આપણા દેશમાં ઘણી જ પ્રજાતિઓ રહે છે અને દરેક પ્રજાતિની રહેણી કરની અલગ અલગ છે. આપણા દેશમાં એક એવી પ્રજાતી પણ છે જેને આધુનિક સભ્યતાનો ત્યાગ કર્યો છે.

ચેસની શોધકર્તા:
વિશ્વમાં જ્યારે ચેસ(શતરંજ) રમવામાં આવે છે ત્યારે એ ચેસની શોધ ભારતમાં જ થઈ હતી, ચેસ આપણા દેશની રમત ચતુરંગા (ચોપાટ)નું જ અપડેટેડ વર્ઝન છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.