હું તમને ગેરંટી આપું છું જો તમે આ 15 વસ્તુ જોઈ હશે તો જોઈને ધન્ય થઇ જશો
બાળપણ એક એવો સમય હોય છે જે બધા જ લોકો માટે ખાસ હોય છે. બાળકો ટેંશન ફ્રી થઈને તેની જિંદગી જીવે છે. પહેલાના સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું ચલણ ના હોય બાળકો રમીને જ તેનો સમય પસાર કરતા હતા. જો હવે વાત બાળકોની ખુશીની કરવામાં આવે તો 90ના દાયકા પહેલાના બાળકોએ માટે આ સમય ખાસ અમૂલ્ય રહ્યો છે. આ વસ્તુમાં શામેલ છે વોટર ગેમ, જે ટિફિન બોક્સથી લઈને બધામાં જ જોવા મળતા હતા. જે વસ્તુમાં મેળા, ચકડોળમાં બેસવું,કેસેટ શામેલ હતા.
આજે અમે તમને બાળપણની એ યાદગાર વસ્તુ વિષે જણાવતા જ તમને બાળપણ યાદ આવી જશે.
ટ્રમ્પ કાર્ડ

પોકેમનથી લઈને WWE ટ્રમ્પ કાર્ડ તો બધા જ બાળકોની શોભા આપતા હતા. કોઈ બાળકને આ ગેમ રમવાનો કયારે પણ કંટાળો આવતો ના હતો. આ ગેમમાં સૌથી વધુ મજા તો ત્યારે આવતી હતી કે, ઘણા બાળકો આ ગેમ રમીને તેના મિત્રોના કાર્ડ પણ જીતી લેતા હતા.
ચેતક સ્કૂટર

બજાજના ચેતક સ્કૂટરતો કંઈક બાળકોનું સ્વેગ હતું. આજે પણ એ લોકોને પૂછજો જેના પપ્પા કામધંધેથી આવ્યા હોય અને બાળકો આંટો મારવું જવાની જીદ કરતા હોય. પપ્પા બાળકને આગળ ઉભું રાખી દે અને બાળકની જીદ હોય કે સ્કૂટર તો તે જ ચલાવશે. બાળકો પણ હેન્ડલ પકડીને એવું જ લાગતું હોય કે બાળક જ સ્કૂટર ચલાવી રહ્યો છે.ચેતક સ્કૂટરમાં બેસવાનો આનંદ આજે પણ કોઈ લકઝરીયસ કારમાં બેસવા છતાં નથી આવતો. આ સ્કૂટરનું ઉત્પાદન 2006માં બંધ થઇ ગયું હતું. બાદમાં ખબર આવી રહી છે કે, આ સ્કૂટરનું ઉત્પાદન ફરી કરવામાં આવશે.
વોટર ગેમ

બાળપણમાં બધા જ બાળકોની સૌથી રસપ્રદ ગેમને આજે જ કોઈ બાળક ભૂલી શક્યું હશે. આ વોટરગેમ જ્યોમેટ્રી બોક્સથી લઈને ટિફિન બોક્સ સુધી જોવા મળતી આ ગેમ પરથી ક્યારે પણ મન નથી હટ્યું. આ ગેમ લોકો ફ્રી હોય ત્યારે તો રમતા જ હતા પરંતુ સ્કૂલમાં જો પિરિયડમાં કંટાળતા હોય તો આ ગેમ રમી લેતા હતા. બટન દબાવીને સ્પ્રિંગસને પોલમાં નાખીને રમવાની મજા લેતા હતા.
લાઈટવાળા શૂઝ

બાળપણના સમયમાં એક ક્રેઝ હતો કે લાઈટવાળા શૂઝ પહેરવા. લાઈટવાળા શૂઝ પહેરીને લાગતું હતું કે, આપણે જ માઈકલ જૈક્સન છે. ઘરની લાઈટ બંધ કરી ને શૂઝ લાઈટ ચાલુ કરીને ડાન્સ કરતા હતા. આ સમય તો હવે કયારે પણ જોવા નહીં મળે.
પ્પી હાઉસ પિગી બેન્ક

પહેલાના જમાનામાં પિગી બેન્ક એક એવી વસ્તુ હતું જેબધા જ બાળકો પાસે હોય. ઘર જેવી દેખનારી પિગી બેન્કના દરવાજા પાસે પૈસા રાખી દેતા હતા. બાદમાં એક કૂતરું ભસતું આવીને આ પૈસાને અંદર લઇ જાતું હતું. આ પિગી બેન્ક પિન્ક કલરમાં વધુ આવતી હતી.
મેળો

બાળપણમાં મેળામાં જવાનું એટલે એક મોટા પ્રસંગમાં જવાનું હોય તેવું લાગતું હતું. મેળામાં જઇને Giant Wheel પર બેસવાની કંઈક અલગ જ મજા હતી. આ બાદ ભૂતિયા હાઉસ અને જાદુગર જોવાનું તો ક્યારે પણ ભૂલતા ના હતા. બેકગ્રાઉન્ડમાં ઘણા બધા અવાજ અને આંખોની સામે રંગ-બેરંગી સ્ટોલ્સ સાથે મેળામાં જવું એક અલગ જ દ્રશ્ય હતું.
સ્કૂલના પીટી શૂઝ

જયારે 90ના દાયકાના બાળકોસ્કૂલમાં જતા હતા તે સમયે બુધવારે અને શનિવારે એટલે સફેદ યુનિફોર્મ પહેરીને જતા હતા. યુનિફોર્મની સાથે-સાથે વ્હાઇટ કલરના શૂઝ પહેરવા પડતા હતા. આજે પણ એ લોકોને પૂછજો કે તે સમય સફેદ શૂઝ ગંદા થઇ જવાને કારણે તેના પર ચોક લગાડી દેવામાં આવતા હતા. અને આ શૂઝ થોડી જ સેકેન્ડમાં સફેદ થઇ જય ચમકવા લાગતા હતા.
કેસેટ

પહેલાના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટનું આટલું બધું ચલણ ના હતું. જેના કારણે મનપસંદ ગીત સાંભળવા માટે કેસેટ કોઈ વરદાનથી ઓછું ના હતું. ફક્ત 1 રૂપિયામાં તમારું મનપસંદ ગીતની કેસેટ ટેપમાં ભરાવીને તમે સાંભળવાની મજા લઇ શકતા હતા. આજે આ કેસેટ જોવા મળતી જ નથી.
એમ્બેસેડર

એક સમય હતો કોઈ પબ બાળકે કે મોટેરાને પૂછો કે કંઈ ગાડી લેવી છે? ત્યારે સૌથી પહેલા એમ્બેસેડર જ નામ આવતું હતું. એમ્બેસેડરનો દરવાજો ઉલટો ખૂલતો હતો. તેની બારી પર લાગેલા બેહદ ક્લાસી પડદા એમ્બેસેડરને રોયલ લુક આપતા હતા. તે સમયે એમ્બેસેડરમાં નેતા અને મોટા-મોટા નેતા જ બેસતા હતા. પડદાની પાછળ બેસેલા મોટા-મોટા નેતાઓઈ શાનમાં આ ગાડી વધારો કરતી હતી.
શક્તિમાન

શક્તિ… શક્તિ… શક્તિમાન… બાળપણમાં આપનો સુપર હીરો જે બધા જ ભારતીય બાળકના દિલમાં વસતો હતો. ડોક્ટર જૈકાલ અને કિલવીશને હરાવવું જ બધાનું મકસદ હતું. એક હાથ ઉઠાવીને શક્તિમાનની જેમ ઉડાન ભરવાનું સપનું તો બધા જ ભારતીયોએ જોયું હશે.
મેગેનેટ

હવામાં ઉડાડી-ઉડાડીને મેગ્નેટથી રમવાની પણ કંઈક અલગ જ મજા હતી. હવામાં 2 મેગ્નેટ ઉડાડીને જે અવાજ આવતો હતો તે આજે પણ કાનમાં ગુંજે છે. ક્લાસમાં કોઈને કોઈ પાસે તો મેગ્નેટ રહેતા જ હતા.
રૂમવાળા નકલી ફોન

બાળપણમાં પણ ફોન તો હતા જ પરંતુ મોબાઈલનો જમાનો ના હતો. બાળકોને રમવા માટે રૂમ ફોન હતા. બાળકો એક રૂમમાંથી બીજા રૂમમાં બેસેલા તેના ભાઈ-બહેન અને મિત્રો સાથે વાત કરતા હતા. ઘણી વાર આ બાળકો એટલું જોરથી બોલી લેતા હતા. બીજા રૂમમાં બેસેલા બાળકોને એમ જ સંભળાઈ જતું હતું.
ચંપક

90ના દાયકાના બાળકોએ ચંપકના વાંચ્યું તો શું વાંચ્યું. શાળાના પુસ્તકોની વચ્ચે રાખીને વાંચવું અને ઉનાળાના વેકેશનમાં ટ્રેનમા મુસાફરી દરમિયાન વાંચવું જાણે કે એક રિવાજ થઇ ગયો હતો. સ્ટેશન પર લાગેલા પુસ્તક સ્ટોરમાં બાળકોનું ધ્યાન હંમેશા ચંપક તરફ જ જતું હતું. ચંપકે તે સમયે બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર અને ટેવના મગજ પર જકળું ચલાવી રાખ્યો હતો.
બિગ બબૂલ

આજે તો બીગબબૂલની જગ્યા સેન્ટર ફ્રેશ અને બીજા બધાએ લઇ લીધી છે, પરંતુ તે સમયે બબલ ગમ અને બિગ બબૂલ ખાવી તે બાળકો માટે સ્વર્ગ સમાન હતું.
બ્રિક ગેમ

બોક્સ અને મ્યુઝિક સાથે ઘણી રીતની આ ગેમ રમવામાં આવે છે. 90ના દાયકાના આ બાળકો તેના મિત્રો અને ભાઈ -બહેન સાથે સ્પર્ધા કરવાનું કેમ ભુલાઈ. આ ગેમનું સ્ટાર્ટનું મ્યુઝિક અને એન્ડનું મ્યુઝિક ઘણું સારું હતું.
આ બધી ગેમ અને વસ્તુ તો 90ના દાયકાના બાળકો ને જ યાદ છે. તમે આમાંથી શું કર્યું છે તે લખો.