અજબગજબ

રોજિંદા જીવનમાં આવતા આ 15 પ્રશ્નોના જવાબ કોઈને ક્યારેય નહિ મળે, વિશ્વાસના હોય તો વાંચીને કહેજો

મનુષ્ય જીવન જ પ્રશ્નોથી ઘેરાયેલું છે, અને એ પ્રશ્નોના ઉકેલ શોધવા માટે જ આપણે દિવસ રાત મહેનત પણ કરીએ છીએ, પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય છે જે દિમાગને ચકરાવે ચઢાવી દે છે અને કેટલુંય લાંબુ દિમાગ ચલાવવા છતાં એ પ્રશ્નોના જવાબ આપણને ક્યારેય નથી મળતા, આપણને તો તો ઠીક પરંતુ આ એવા પ્રશ્નો હોય છે જેના જવાબ બીજું કોઈ વ્યક્તિ પણ નથી આપી શકતું અને એ વ્યક્તિ પણ આ પ્રશ્નોમાં ચકરડી ખાઈ જાય છે. એવા જ 15 પ્રશ્નો અમે તમારી માટે લઈને આવ્યા છીએ જેના જવાબ આજ સુધી તમને મળ્યા નહીં હોય..

Image Source

આપણા મનમાં એક પ્રશ્ન રોજ ચકરાવે ચઢતો હશે લે “જિંદગી નો શું મતલબ છે?” બાળપણથી લઈને ઘરડા થઈએ ત્યાં સુધી આપણા મનમાં આ પ્રશ્ન રહે જ છે. અને જીવનભર આ પ્રશ્નનો જવાબ મળતો નથી.

Image Source

જો “તમે ભાડાના મકાનમાં રહો છો અને ક્રાઇમબ્રાન્ચ કે સીઆઇડી વાળા આવીને તમારો દરવાજો તોડી નાખે છે તો તે દરવાજાનો ખર્ચ કોણ આપશે? તમે કે મકાન માલિક?” વિચારો વિચારો..!!

Image Source

આ ત્રીજો પ્રશ્ન તો દરેક વ્યક્તિને લાગુ પડે અને દિવસમાં 50 વખત યાદ આવતો હશે કે “પાદવાથી શરીરને શાંતિ મળે છે, તો પાદવામાં શરમ શું કામ આવે છે?”

Image Source

તમે થિયેટરમાં ફિલ્મ જોવા જાવ છો ત્યારે આ વિચાર તમને ચોક્કસ આવ્યો હશે કે “જો કોઈ ફિલ્મની એક પણ ટિકિટ નથી વેચાતી તો પણ શું થિયેટરમાં એ ફિલ્મ બતાવવામાં આવતી હશે?”

Image Source

ઘણા લોકો ફરવા માટે વિદેશોમાં જાય છે અને ત્યાં ખાસ આઇસલેન્ડ જવાનું પસંદ કરે છે પરંતુ આઇસલેન્ડ ગયા પછી મનમાં પ્રશ્ન થાય કે “આ તો બરફથી ઢંકાયેલો નથી, તો પણ એને આઇસલેન્ડ શું કામ કહેતા હશે?”

Image Source

રોજ ટીવીમાં જાહેરાત આવે છે કે બે મિનિટમાં મેગી, પરંતુ શું ખરેખર 2 મિનિટમાં મેગી બની જાય છે? “2 મિનિટમાં બનતી મેગી કેમ બે મિનિટમાં નથી બનતી?”

Image Source

ગુંદર, ફેવિકોલ કે ફેવીક્વિકની બોટલ આપણે લાવીએ છીએ અને એને સહેજ બહાર કાઢતા કે કોઈ વસ્તુ ઉપર મૂકતાં એ તરત ચીપકી જાય છે ત્યારે પ્રશ્ન એ થાય કે “તે બોટલનું ઢાંકણું કેમ તેનાથી ચિપકતુ નહીં હોય?”

Image Source

ટ્રાફિકમાં કે કોઈપણ જગ્યાએ તમે લાઈનમાં ઉભા રહ્યા હશો અને એજ સમયે તમારી બાજુની લાઈન જલ્દી ચાલતી તમે જોઈ હશે ત્યારે તમે પણ પોતાની લાઈન છોડી અને એ ઝડપી ચાલતી લાઈનમાં ઉભા રહી ગયા હશો અને એજ સામે એ લાઈન પણ ધીમી થઇ જાય છે. ત્યારે પ્રશ્ન થાય “કે આપણે જે લાઈનમાં હોઈએ એજ ધીમી કેમ થઇ જાય છે?

Image Source

તાળું ખોલવા માટે આપણા હાથમાં ચાર-પાંચ ચાવીઓ હોય અને તાળું એક જ હોય ત્યારે આ પ્રશ્ન દરેક સાથે થયો હશે કે “છાર-પાંચ ચાવીઓમાં છેલ્લી જ ચાવીથી શા કારણે તાળું ખુલે છે?”

Image Source

જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે આ પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન હતો કે “આપણા ખોવાયેલા રબર અને પેન્સિલ કે પેન ક્યાં જતા રહેતા હતા?”

Image Source

આ પ્રશ્ન તો કહાની ઘર ઘરકી જેવો છે. “આપણે કોઈ વસ્તુને શોધતા હોઈએ અને ના મળે ત્યારે મમ્મી આવીને તરત એ વસ્તુ શોધી આપે જે જગ્યા ઉપર આપણે 10 વાર જોયું હોય, આવું કેમ?”

Image Source

પાઈનેપલ બધાને ભાવે છે અને પાઇનેપલનો જોઈને એક પ્રશ્ન જરૂર થાય કે “ના આમ પાઈન છે ના એપલ તો પણ એનું નામ પાઈનેપલ કેમ હશે?”

Image Source

આપણા હાથ અને  વધતા હોય ત્યારે પણ મનમાં પ્રશ્ન થાય “કે આ વાળનો અંત કેમ નહિ હોતો હોય?”

Image Source

ઘણા લોકો આપણને સલાહ આપે છે કે સમયની કદર કરો, સમય બચાવો પણ ત્યારે પ્રશ્ન થાય કે “બચેલા સમયને કરવાનું શું?” અથાણું નાખવાનું??

Image Source

આ છેલ્લો પ્રશ્ન તો તમારા દિમાગના તાર હલાવી દેશે, “જો 21ને અંગ્રેજીમાં ટવેન્ટી વન કહેવાય છે તો 11ને વંટીવન કેમ નથી કહેવાતું?”

તમારા મનમાં પણ આવા પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.