ધોરાજીમાં મોટી દુર્ઘટના, મહોરમના જુલૂસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતા 15 લોકોને લાગ્યો કરંટ- 2 લોકોના થયા મોત

રાજકોટ / ધોરાજીમાં મોહર્રમના જુલૂસ દરમિયાન 15 શખ્સોને લાગ્યો વીજ કરંટ, ચાર ગંભીર, 2 ના મોત થયા

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ચોમાસાની ઋતુમાં કરંટ લાગવાની અને જૂના મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં જ રાજકોટના ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાં કરંટ લાગવાની એક મોટી ઘટના બની, રસુલપરામાં નીકળેલા તાજીયામાં એકસાથે 10થી વધુ લોકોને કરંટ લાગ્યો અને ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોના મોત નિપજ્યા. આ અકસ્માતને કારણે ચકચાર મચી ગઇ છે.

વીજ લાઇનમાં તાજિયો અડી જતા સબની દુર્ઘટના
આજે મહોરમ મનાવવામાં આવી રહ્યુ છે અને આ દરમિયાન જ રસુલપરા વિસ્તારમાં ઝુલુસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ અને 15 જેટલા લોકોને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડાયા. PGVCLની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં આ દુર્ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મહોરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી, હાઇટેન્શન લાઇનને કારણે કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા જેમાં ચાર લોકોના મોત થયા અને 9 લોકોની હાલત ગંભીર છે.

2 લોકોના થયા મોત, 10થી વધુ લોકો ઘાયલ
ધોરાજીની દુર્ઘટનામાં જે 2 વ્યક્તિઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા તેમના નામ સાજીદ જુમા શઁધી અને જુનેદ હનીફ માંજોઠી સામેલ છે. ત્યારે મહોરમ દરમિયાન કોઈપણ જાતના ઢોલ નગારા કે ઉત્સવ મનાવાને બદલે શોક મનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ધોરાજી DYSP તેમજ પોલીસ સ્ટાફ સાથે PGVCALની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

Shah Jina