જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 15 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે તમે તમારી લવ લાઈફ સારી રીતે જીવશો. આજના દિવસે તમારી પ્રિય વ્યક્તિ તરફથી પણ ખુશીના સમાચાર મળી શકે છે.
જેનાથી આજનો દિવસ ખુશનુમા રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે. તમારે તમારા ભાગ્યના સહારા પર જ છોડી દેવા જોઈએ અને આ કામમાં સફળતા મળશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સાચી દિશામાં આગળ વધશે. આજે જીવન સાથી તમને કોઈ સારી વાત જણાવી શકે છે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજના દિવસે ઘરમાં કોઈની આવવાથી ખુશીઓ મળશે. ઘરમાં કોઈ ફંક્શન કરાવી શકો છો. ઘરની ખુબસુરતી વધારવા માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમે ખુબ આનંદ કરશો. ધંધાને લઈને સ્થિતિ સારી રહેશે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ફક્ત એક વાતનું ધ્યાન રાખો કે ખુશીમાં આવીને તમે કોઈને સાચું ખોટું ના કહો નહીં તો તકલીફ થઇ શકે છે.
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. સરકારી કામમાં આજના દિવસે લાભ થવાના યોગ છે. તમારા જીવન સાથી આજે કોઈ બુદ્ધિની વાત કરશે તેની સલાહ સાંભળીને આજના દિવસે કોઈ કામ આગળ વધારી શકો છો.આજના દિવસે વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે. આજનો દિવસ પ્રબળ રહેશે. બુદ્ધિ સારી રહેશે જેનાથી તમે સમય અનુસાર કામ કરી શકો છો.
4. કર્ક – ડ, હ (Cancer):
આજના દિવસે મનથી ભાવુક થનારા લોકો આજે મજબૂત સ્થિતિમાં નજરે આવશે. આજે તમારા ઘરમાં ચાલી રહેલી પરિસ્થિતિઓ પર તમારું નિયંત્રણ રહેશે. ઘરમાં ખુશી આવશે અને આજે તમે મીઠી-મીઠી વાતોથી બધાનું દિલ જીતી લેશો. આજના દિવસે ઘરમાં લોકોનું આવન-જાવન રહેશે. ધંધાને લઈને થોડું ગંભીર રહેવું પડશે. સ્થિતિઓને હળવાશથી લેવામાં નુકસાન થઇ શકે છે. આજના દિવસે અંગત જીવનને લઈને થોડી નિરાશા થઇ શકે છે. પરંતુ કામને લઈને સ્થિતિ મજબૂત રહેશે.
5. સિંહ – મ, ટ (Leo):
આજના દિવસે આ રાશિના જાતકો સારા મૂડમાં જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને ગંભીર થવું જરૂરી છે. શરદી અને ઉધરસ જેવી બીમારી થઇ શકે છે. અંગત જીવનમાં ખુશીઓ જોવા મળશે. આજે તમારી પર્સનલ લાઈફમાં બહુ જ ખુશ જોવા મળશે તમને લાગશે કે તમારા માથા પર કોઈ ભાર કે ટેનશન નથી. કામને લઈને થોડી લાપરવાહી થઇ શકે છે જેનાથી બચવાની કોશિશ કરો. તમે જો કોઈને પ્રેમ કરતા હોય તો તેની દિલની વાત સાંભળવા માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારના લોકો સાથે આજના દિવસે સારો તાલમેલ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોને આજનનો દિવસ શોપિંગમાં વીતશે. આજના દિવસે જરૂરિયાત કરતા વધુ ખર્ચ થવાને કારણે આર્થિક સ્થિતિ કથળશે. અંગત જીવનની વાત કરવામાં આવે તો આજના દિવસે થોડી નિરાશા જોવા મળી શકે છે. આજના દિવસે તમે જેટલો પ્રેમ કરો છો તેટલી જ ઉમ્મીદ તમે પ્રેમની રાખશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે, આજે તમે બેન્ક બેલેન્સ વધારવામાં કામયાબ થઇ શકો છો.
7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે.આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કર્યું હશે તો તેનું સારું રિટર્ન મળશે. આ સિવાય પૈસાનું રોકાણ કરવું પણ તમારા માટે ફાયદેમંદ રહેશે. શેર બજારમાં આજના દિવસે થોડી સાવધાની રાખો. આજના દિવસે તમે કોઈને પણ હાજર જવાબ આપી શકશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. અંગત જીવનમાં આજે તમે ખુશ દેખાશો. ઘણા મામલામાં આજે તમે ગંભીર પણ રહેશો.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે મનમાં કોઈ શંકા રાખવાથી તમને નુકસાન પહોંચી શકે છે. તેથી મનમાંથી શંકા બિલકુલ કાઢી નાખો. આજના દિવસે તમે તમારા અંગત જીવન સારું બનાવવા માટે બધી ગતિવિધીઓ પર ધ્યાન રાખશો. આજના દિવસે તમે તમારી પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવશો અને મનમાં ચાલી રહેલી શંકાને દૂર કરવા માટે વાતચીત કરશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમે ક્યાંય પણ કામ છો તો પાર્ટીનું આયોજન થઇ શકે છે. કોઈ ફેરવેલ પણ થઇ શકે છે. આજના દિવસે તમારામાં ગજબનો આત્મવિશ્વાસ નજરે આવશે. કોઈ સ્પર્ધામાં સફળતા મળવા પર તમારું મનોબળ ઊંચું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ભાગ્યની પ્રબળતાને કારણે કામમાં સફળતા મળશે. તમે જે કામનું વિચારી રહ્યા છો તે કામ પૂરું થશે જેને લઈને આજનો દિવસ સારો રહેશે. જમીન -મિલ્કત સંબંધિત મામલામાં સફળતા મળશે. આજના દિવસે તમે તમારા વિરોધીઓ પર હાવી રહેશો. આજના દિવસે આ રાશિના જાતકો તેના અંગત જીવનમાં ખુશ રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમી પંખીડા આજે કોઈ વાતને લઈને ઝઘડો કરી શકે છે. આજના દિવસે તમને સમ્માન મળી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોને આજના દિવસે ખર્ચમાં વધારો થતા થોડી પરેશાની થઇ શકે છે. આજના દિવસે થોડા છુપા ખર્ચ પણ થઇ શકે છે જેથી સાવચેત રહો કારણકે ખોટી જગ્યા પર પૈસા જવાથી તમને નુકસાન થઇ શકે છે. આજના દિવસે ધાર્મિક કાર્ય પર ખર્ચ થશે. ભાગ્યની મજબૂતીને કારણે કામમાં સફળતા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં કડવાશ આવશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોના દિલમાં અને પરિવારમાં આજે ખુશી જોવા મળશે. ગૃહસ્થ જીવનમાં આજે તણાવ ખતમ થઇ જશે. આજના દિવસે જીવનસાથી સાથે શોપિંગ પર જઈ શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે તેની લવલાઈફને લઈને પરિપક્વ થઇ જશે. આજે તમે તમારા પ્રિય વ્યક્તિને લગ્ન માટે મનાવી શકો છો. ઘરનો માહોલ તમને પરેશાન કરી શકે છે. આજના દિવસે કામને લઈને વધુ મહેનત કરવી પડશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને આજના દિવસે ઘણી ઈચ્છા હશે. આજના દિવસે તમે કંઈક નવી કરવાની કોશિશ કરશો તો તેમાં સફળતા મળશે. આવકને લઈને દિવસ સામાન્ય રહેશે. ખર્ચમાં વધારો થશે. સાંજ બાદ સ્થિતિ થોડી સુધરશે. આજે તમે તમારા પારિવારિક કામમાં એટલા વ્યસ્ત રહેશો કે કામમાં ઓછું ધ્યાન આપશો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.