આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 15 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે પૈસાની લેવડ-દેવડમાં ખાસ તકેદારી રાખવી, આજે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે, નવો બિઝનેસ શરુ કરવા માંગતા મિત્રો ભાગીદારી કરતા પહેલા ખાસ તકેદારી રાખવી. પરિવાર સાથે આજે નાનકડી મુસાફરી કરવાના યોગ છે. આજે તમારા વડીલોની તબિયત પણ થોડી નરમ ગરમ રહેશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે કોઈપણ નેગેટીવ વિચાર તમારે મન પર લાવવાના નથી આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : કેસરી
5. સિંહ – મ,ટ (Lio):
આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ અને પત્ની આજે ખુબ સારો સમય સાથે વિતાવી શકશે. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે. આજે દિવસના અંતે તમને સારા સમાચાર મળશે. જીવનસાથીને ખુશ રાખો તેને દુખી કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની
7. તુલા – ર,ત (Libra):
આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. આજે કામના ભારણને કારણે માનસિક અને શારીરિક થાક અનુભવશો. આજે વેપારી મિત્રોને ભાગીદારીથી ફાયદો થશે. અમુક મહત્વના નિર્ણય લેવાની જરૂરત છે. સંતાન તરફથી થોડી ચિંતા વધતી જણાશે, તેમને સાચું માર્ગદર્શન પૂરું પાડો. આજે તમારા અટકેલા દરેક કામ પૂર્ણ કરી શકશો. આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી. વધારાના ખર્ચથી દૂર રહો. આજની રાત તમારા જીવનસાથી સાથેની ખુબ સુંદર રાત હશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો. જે પણ મિત્રો વારંવાર પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્લાન બનાવે છે પણ એ પૂર્ણ નથી કરી શકતા તેવા મિત્રો આજથી શરૂઆત કરી શકો છો તેનો ફરક તમને થોડા જ સમયમાં દેખાશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો
10. મકર – જ, ખ (Capricorn):
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે વાહન ચલાવતા તકેદારી રાખવી ચલણ ભરવું પડી શકે છે. આજે તમને અમુક લોકોનું આકર્ષણ રહેશે. કોઈની પણ વાતમાં આવીને પૈસા રોકવા માટે ઉતાવળે તૈયાર થવું નહિ. આજે પૈસાનું નુકશાન થવાના યોગ છે. કોઈને પણ આજે પૈસા આપવા નહિ. આજે તમારા નજીકના કોઈ વ્યક્તિ તરફથી તમને દગો મળશે. આજે સાંજના સમયે ધનલાભ થશે અને સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. વેપારને વિદેશમાં સ્થાયી કરવા માંગતા મિત્રો પાસે સારો પ્રસ્તાવ આવશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આહે ખર્ચ વધારે થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા માટે આજે તમારે કોઈ અંતિમ નિર્ણય લેવાની જરૂર છે તમારું આ પગલું તમારા તરફેણમાં જ રહેશે. પૈસાની લેણ-દેણ ને વ્યવહારમાં થોડી સાવધાની રાખજો. આજે ખોટો દેખાડો કરવાની જરૂરત નથી તમારા દેખાવા અને વાણીવર્તનથી લોકોને ઈમ્પ્રેશ કરો તમારે કોઈપણ વાત બનાવી ચઢાવીને કહેવાની જરૂરત નથી. આજે મજાક મજાકમાં પણ કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો. આજે વધારાનો ખર્ચ થઇ શકે છે અને ખરીદી કરી લીધા પછી અફસોસ થશે. તો આજે દિવસ થોડો થકવી દેનારો રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.
નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.
કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.