ખબર

હવે ખાનગી હોસ્પિટલમાં બેડના વધારે ભાવ ના આપતા, અમદાવાદની 15 ખાનગી હોસ્પિટલના ભાવ નક્કી, જાણો કેટલો છે રેટ

અમદાવાદની આ 15 પ્રાઇવેટ હોસ્પિટલના કોરોના બેડના ભાઈ નક્કી થઇ ગયા છે, વાંચો અને શેર કરો

વધતા જતા કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોપિટલના તોતિંગા બિલ પણ ચિંતાનો વિષય બન્યો છે. સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મફતમાં કરવામાં આવે છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના બિલ ચૂકવવા પડતા હોય છે, ત્યારે આ બધા વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 15 જેટલી ખાનગી હોસ્પિટલમાં બેડના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ મહા નગર પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી 15 ખાનગી હોસ્પિટલના ભાવ વોર્ડ બેડના 6500 રૂપિયા તથા HDUના 8000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ અમદાવાદ મનપા દ્વારા કોવિડ સારવાર માટે મંજૂરી આપવામાં આવેલ 15 હોસ્પિટલો માટે જ માન્ય રહેશે.

સમગ્ર દેશ સહીત ગુજરાતમાં પણ કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. ત્યારે હોસ્પિટલોમાં પણ બેડ ભરાવવા લાગ્યા છે. જેને લઈને અમદાવાદ મનપા દ્વારા 15 ખાનગી હોસ્પિટલમાં બેડના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ખરાબ સમાચાર એ છે કે દરરોજ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.