અહીઁ એક-એક વાક્યની કેટલીક એવી વાતો મૂકી છે, જેનું પાલન કરવું જરાયે મુશ્કેલ નથી. પણ જાણ્યે-અજાણ્યે આપણે ચૂકી જઈએ છીએ. જિંદગીને વધારે બહેતર બનાવવા માટે આ લીટીઓ ગોખી મારજો :

(1) ટ્રાફિકજામમાં ફસાઇ ગયા હોવ તો થોડી ધીરજ રાખો. વધારે ઉતાવળ હોય તો હેલિકોપ્ટર લઈ લેવું!
(2) કોઈ હોટલમાં જમવાને આમંત્રણ આપે તો મોંઘી વસ્તુઓનો ઓર્ડર ના કરો.
(3) કોઈ પાસેથી ઉધાર પૈસા લીધા હોય તો સમયસર ચૂકવી આપો. મુશ્કેલીના વખતમાં એણે મદદ કરી છે એ બદલ એને સજા ના આપો!
(4) પાડોશીઓ કે સબંધીઓ વારેવારે ના પૂછો કે તેઓ તેમનાં છોકરાંને ક્યારે પરણાવવાના છે!
(5) બહાર જવા માટે કોઈની બાઇક લીધી હોય તો પરત કરતા એમની ટાંકીમાં એટલું પેટ્રોલ તો હોવું જ જોઈએ જેટલું પહેલા હતું!
(6) તમારી સલાહ મુજબ કોઈ માણસ કામ નથી કરવા માંગતો તો ખીલો ઠોકવાની જરૂર નથી. એને પોતાની રીતે આગળ વધવાની પૂરી આઝાદી છે!

(7) કોઈ સાથે વાત કરતી વખતે વારેવારે ફોનની સ્ક્રીન પર ડાચું ના ફાડો!
(8) ઘરે કોઈ મહેમાન આવ્યું છે તે તમારા માટે આવ્યું છે. મોબાઇલ તો એની પાસે પણ છે!
(9) કોઈ સ્ત્રી બાળકને ધવરાવી રહી છે તે કંઈ ખોટું નથી કરતી. એની સામે લબાડની જેમ તાકી તાકીને તમે જરૂર ખોટું કરી રહ્યા છો!
(10) તમારા મિત્રોમાંથી કોઈ છોકરીનો ફોન આવે તો એને ‘ગ્રીન સિગ્નલ’ સમજવાની ભૂલ ના કરો.
(11) અભ્યાસ પૂરો કરી ચૂકેલા કોઈ યુવાનને વારેવારે એવું ના પૂછો કે, લ્યા! હજુ નવરો કેમ બેઠો છે?

(12) તમારી પાસે મોંઘી વસ્તુઓ છે તો એનો દેખાડો કરવાની જરૂર નથી. બની શકે, કે સામેવાળા પાસે તમારી ઔકાત કરતા વધારે પૈસા હોય પણ તેને ગામમાં ઢંઢેરો પીટવો યોગ્ય ના લાગતો હોય!
(13) ભેગા ખાવા બેઠા છો તો બધા આવે તેની વાટ જૂઓ. એકલા ઝાપટવા ના માંડો!
(14) યુવાનોને જાહેર જગ્યાઓ પર પ્રેમિકાની કમરમાં હાથ નાખવો કે ચુંબન કરવા જેવી હરકતો શોભા નથી આપતી.

(15) ‘મંદિરમાં પૈસો આપવાથી શું થાય?’ — આવી જ્ઞાનની વાતો કહેવાનું બંધ કરો. તમારા નોલેજનું પડીકું વાળીને તમારા ખિસ્સામાં ઘાલો. જે મંદિરમાં પાંચ રૂપિયા આપે છે એ જ માણસ જરૂરિયાતમંદોને પચાસ રૂપિયા આપી જાણે છે!
(16) આવું કંઈક વાંચો ને ગમે તો લાઈક અને શેર કરવાની આદત પાડો!