ખબર

દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ આ રાજ્યએ પણ લીધો લોકડાઉનનો નિર્ણય, કાલે રાતથી 15 દિવસનું લોકડાઉન

કોરોનાનું સન્ક્ર્મણ સમગ્ર દેશની અંદર વધી રહ્યું છે ત્યારે કેટલાક રાજ્યો દ્વારા નાઈટ કર્ફયુ અને કેટલાક પ્રતિબંધો તો કેટલાક રાજ્યો દ્વારા લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે કોરોનાના વધતા મામલાઓ જોતા હવે કર્ણાટક દ્વારા પણ 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કર્ણાટકની અંદર આ લોકડાઉન આવતી કાલે મંગળવાર રાત્રે 9 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે કેબિનેટ બેઠક બાદ લોકડાઉનના નિર્ણયની જાહેરાત કરી. જેની સંભાવના પહેલાથી જ જ્તાવવામાં આવી રહી હતી.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન લોકોને સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ખરીદારી કરવાની પરવાનગી હશે. તેની સાથે જ ફક્ત મેન્યુફેક્ચરિંગ અને કોન્ટ્રક્શન વર્કને અનુમતિ આપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન ઇમર્જન્સી અને જરૂરી સેવાઓ બાદ કરતા બધું જ બંધ રહેશે. તેની સાથે મુખ્યમંત્રીએ 18થી 45 વર્ષના લોકોને મફત વેક્સિન લગાવવાની જાહેરાત પણ કરી છે.

લોકડાઉનની જાહેરાત કરતા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું, “લોકોને સહયોગ કરવો પડશે. જો લોકો સહયોગ કરશે તો આપોને લક્ષ્ય મેળવી શકીશું. લોકડાઉન દરમિયાન રાજ્યમાં અને રાજ્ય બહાર યાત્રા કરવાની પરવાનગી નહિ હોય. ફક્ત આપત્કાલિન સ્થિતિમાં જ પરવાનગી આપવામાં આવશે.

રવિવારના રોજ ઉદ્યોગ મંત્રી જગદીશ શેટ્ટાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “અમે લોકડાઉનના પક્ષમાં નથી. પરંતુ હાલત એવા છે કે અમારે સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પાબંધીયો લગાવવી પડશે. આપણે સંક્રમણની કડી તોડવી પડશે. આ 10-12 દિવસની વાત છે. એકવાર સંક્રમણના મામલામાં કમી આવે છે તો પાબંધીઓને પણ ઘટાડવામાં આવશે.