પૈસા જખ મારીને તમારી પાસે આવશે, એકવાર ટ્રાય કરો
આજના જીવનની સૌથી મોટી જરૂરિયાત છે પૈસા, આપણે ત્યાં કહેવત પણ છે નાણાં વગર નો નાથિયો અને નાણે નાથાલાલ. અને તેના જ કારણે દરેક વ્યક્તિ મહેનત કરી અને પૈસા કમાવવા માંગે છે, ઘણા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારતા હોય છે, પરંતુ ધંધામાં રોકવા માટે તેમની પાસે મોટી મૂડી ના હોવાના કારણે વ્યવસાય નથી શરૂ કરી શકતા, ઘણીવાર ઓછી મૂડી હોવાના કારણે કયો ધંધો શરૂ કરવો તે પણ આપણને ખબર નથી હોતી, પરંતુ આજે અમે તમને એવા 15 વ્યવસાય જણાવવાના છીએ જે તમે માત્ર 10 હજારના ઓછા રોકાણ દ્વારા પણ શરૂ કરી શકો છો. અને કમાણી પણ તેમાં સારી મળી શકે છે.

ટ્રાવેલ એજન્ટ:
આજના સમયમાં લોકોને સુવિધા સભર જીવન જીવવું છે અને તેના કારણે જ ટ્રાવેલ એજેન્સીનો વ્યવસાય પુરજોશમાં ચાલી રહ્યો છે, આ વ્યવસાય કરવા માટે મોટી મૂડીની પણ જરૂર નથી પડતી, તમે તમારા ઘરે રહીને પણ આ વ્યવસાય શરૂ કરી શકો છો. જેમાં કમાણી પણ સારી છે.
જ્યુસ સેન્ટર:
આજના સમયમાં લોકો પોતાના સ્વસ્થ્ય વિષે વધારે વિચારે છે, અને તેના કારણે બહારના જન્કફૂડ કરતા પહેલી પસંદ જ્યુસ રહેલી છે. જો તમે એવા વિસ્તારમાં રહેતા હોય તો તમે જ્યૂસની શોપ ખોલી શકો છે તેના માટે ખુબ જ ઓછી મૂડીની જરૂર પડે છે.
યુટ્યુબર:
આજના સમયમાં આપણે જોઈએ તો લોકો પાસે મોટાભાગે સ્માર્ટફોન છે, તમારામાં જો સારી આવડત છે તો આ સ્માર્ટફોનને જ તમારો વ્યવસાય બનાવી શકો છો, યુટ્યુબ વિડીયો દ્વારા. તમારામાં સારો વિડીયો બનાવવાનો ટેલેન્ટ તમને સફળતાનાં દ્વારા ઉપર પહોંચવી શકે છે. તમે યુ ટ્યુબ દ્વારા ચેનલ બનાવીને એક સારી કામની કરી શકો છો.

નાસ્તાની દુકાન:
નાસ્તાની દુકાન એક એવો વ્યવસાય છે જે ક્યારે તમને મોટા પાયદાન ઉપર પહોંચવી દે એ નક્કી નથી હોતું, તમે એકવાર ગ્રાહકને ટેસ્ટ આપી દો પછી તમારે તમારા વ્યવસાયનું માર્કેટિંગ પણ નથી કરવું પડતું, અને ધંધામાં તેજી આવી જ જાય છે. આ વ્યવસાય માટે રોકાણ પણ 10 હજાર કરતા ઓછું થાય છે.
વેડિંગ પ્લાનર:
જો તમારામાં પણ મેનેજમેન્ટ કરવાની સારું ક્ષમતા હોય તો તમે એક સારા વેડિંગ પ્લાનર બની શકો છો, આજકાલ લગ્ન કરાવવા માટે પણ લોકો બધું રેડીમેડ શોધે છે ત્યારે આ વાવ્સય પણ તમને સફળ બનાવી શકે છે.
ટિફિન સર્વિસ:
આજે મોટાભાગના શહેરોમાં રહેનારા લોકો પાસે સમય નથી, અને કામ અરથે ઘણા લોકો એકલા જ શેરોમાં રહેતા હોય છે તો ઘણા સ્ટુડેન્ટ પણ એકલા રહીને અભયસ કરતા હોય છે ત્યારે તમારામાં જો સારું જમવાનું બનાવવની આવડત હોય તો તમે ટિફિન સર્વિસ શરૂ કરી શકો છો, જેમાં ઓછું રોકાણ અને કમાણી વધારે છે.

ટી સ્ટોલ:
જો તમે વધુ ભણેલા નથી અને તમને વધુ સારી નોકરી પણ નથી મળી રહી તો એક સામાન્ય ચાની દુકાન પણ તમને ઘણી જ મોટી કમાણી કરાવી શકે છે. આ વ્યાસાયમાં પણ ખુબ જ સામાન્ય ખર્ચ આવે છે અને કમાણી સારી રહે છે.
ગ્રાફિક્સ ડિઝાઈનર:
ગ્રાફિક્સ ડિઝાઈનર બનાવ માટે તમારે કોર્સ કરવો પડે છે. અને આ કોર્ષની ફી પણ સામાન્ય જ હોય છે, પરંતુ તેના બાદ તમે આલ્બમ ડિઝાઇનિંગ અથવા તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ ઘરેબેઠા કરીને સારી કમાણી કરી શકો છો અથવા તો કોઈ નોકરી દ્વારા પણ સારી કમાણી મેળવી શકો છો.
ફૂડ ટ્રક:
આજે લોકો મોટી હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાને બદલે રોડ સાઈડ ઉભેલા ફૂડ ટ્રકમાંથી ખાવાનું વધારે પસંદ કરે છે ત્યારે આ વ્યવસાય પણ તમારા માટે ફાયદાકારક બની શકે છે.

કુકીંગ ક્લાસીસ:
જો તમારા સારું કુકીંગ કરવાની ક્ષમતા હોય તો તમે ઘરે બેઠા જ કુકીંગ ક્લાસ શરૂ કરી શકો છો, ઘણા લોકો એવા હોય છે જેમને નવી નવી વાનગીઓ શીખવી હોય છે માટે આ વ્યવસાયમાં પણ સારો સ્કોપ છે.
ટ્રાન્સલેટર:
જો તમને 2-3 ભાષાઓ વિષે સારું જ્ઞાન છે તો તમે ટ્રાન્સલેટર બનીને સારી કામની કરી શકો છો. ખાસ કરીને વિદેશી ભાષાની જાણકારી તમને વધારે આગળ લઇ જઈ શકે છે.
બ્લોગીંગ:
જો તમારી અંદર કૈક લખવાની ક્ષમતા છે તો તમે પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો, અને ધીમે ધીમે તમારા વાચકોની સંખ્યા વધતા તમે તમારી વેબસાઈટ પણ બનાવી શકો છો જેના દ્વારા પણ તમારી કમાણી થઇ શકે છે.

બેકરીશોપ:
આજના સમયમાં બેકરીની જરૂર સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં હોય છે, પાઉં, બ્રેડ, ટોસ, કેક, ખરી જેવી વસ્તુઓ દૈનિક ઉપયોગમાં લેવાય છે ત્યારે તમે આ વ્યવસાય પણ શરૂ કરી શકો છો, જો તમે આ વસ્તુઓ જાતે નથી બનાવી શકતા તો કોઈ મોટી બેકરી સાથે આ કામને આગળ વધારી શકો છો.
દરજીકામ:
ગામડામાં રહીને પણ આ વ્યવસાયમાં સારી કમાણી છે, શહેરમાં તો સારા ટેલરની માંગ આજે પણ છે ત્યારે જો તમારામાં સિલાઇનું જ્ઞાન છે તો તમે આ વ્યવસાય સાથે જોડાઈ શકો છો.
મોબાઈલ રિચાર્જ શોપ:
આજે ઓનલાઇન રિચાર્જ શરૂ થઇ ગયા છે જેના કારણે મોબાઈલ શોપ ઉપર રિચાર્જ કરાવવા માટે ઘણા જ ઓછા લોકો જતા હોય છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં આજે પણ મોબાઈલ શોપ દ્વારા જ રિચાર્જ કરવામાં આવે છે, આ ઉપરાંત તમે મની ટ્રાન્સફર પણ એક જ દુકાનમાં બેસીને કરી શકો છો.