ખબર

BREAKING: ગુજરાતમાં આ તારીખે પાછો આવી શકે છે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

રેઇનકોટ, છત્રી લઇ રાખજો, તૂટી પડવાનો છે વરસાદ…જાણો અંબાલાલે કઈ તારીખ આપી

ચોમાસાનો સમય ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા થોડા દિવસથી વરસાદ નથી વરસી રહ્યો. અને ફરી પાછું ગરમીનો મોજું પણ ફરી વળ્યું છે. ત્યારે હજુ પણ ગુજરાતીઓ માટે થોડા માઠા સમાચાર છે. હજુ પણ અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ 44 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ માસમાં તા.15-16 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. આ ઉપરાંત તેમના જણાવ્યા અનુસાર તા.18થી 24માં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તા.19થી 21, તા.23-24થી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેમ છે. ઓગસ્ટના અંતમાં પણ વરસાદ થતા આ વરસાદ ખેડૂત ભાઈઓને ઉપયોગી રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં સારો વરસાદ પડી ચુક્યો છે. તો હજુ પણ ઘણા વિસ્તારો વરસાદની અછત જોવા મળી રહી છે. હાલમાં વરસાદ ના હોવાના કારણે ગરમીમાં પાછો વધારો થતો પણ જોવા મળી રહ્યો છે.