અમદાવાદ પોલીસે ટ્રાફિક ઉલ્લંઘનન કરી દંડ ના ભરનારા વાહનો ચાલકો સામે નોટિસનો દંડો ઉગામ્યો છે. પોલીસે દંડ ના ભરનારા લોકોને તાકીદે દંડની રકમ ભરવા તાકીદ કરી છે. છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં 5 થી વધુ ઈ-ચલણ આવ્યા હોય અને દંડ ના ભર્યો હોય તેવા લોકોને નોટિસ ફટકારવામાં આવશે.

પોલીસે છેલ્લા ચાર વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ ના ભરનારા 1400 લોકોને નોટિસ ફટકારવામાં આવશે. જો 10 દિવસમાં દંડ ભરવામાં નહીં આવે તો તેનું લાયસન્સ અને આરસી બુક રદ કરી નાખવામાં આવશે. 2015થી 2019ના ચાર વર્ષના સમયગાળામાં દંડ ન ભરનારા વાહનચાલકો પાસેથી 55 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. જેમાં 5થી વધુ મેમો ન ભર્યા હોય તેવા 1400 લોકોએ જ 35 કરોડનો દંડ ભર્યો નથી.

દંડ વસુલાત માટૅ અલગ અલગ પોલીસ સ્ટેશનો મુજબ રીકવરી ટીમો તેમજ પુર્વ અને પશ્ચિમની સ્કવોડ તૈનાત કરવામાં આવી છે. દંડના ભરનારાની માહિતી આપતા ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે,એક વાહનચાલકે 111 મેમાન 38000 રૂપિયા ભર્યા નથી. 109 મેમો મળ્યા હોય તેને પણ દંડ મળ્યો નથી. 100થી વધુ મેમો બાકી હોય તેની સંખ્યા 65 છે. જયારે 300 લોકોએ 50થી વધુ ઇમેમો ભર્યા નથી.

ગુજરાત સરકાર દ્વારા 24 કલાક બજાર ખુલ્લી રાખવાની છૂટ આપી છે. તેથી પશ્ચિમના 21 ચાર રસ્તા પર 24 કલાક સિગ્નલ ચાલુ રહેશે. જો હવે રાતે પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરશો તો ઈ-ચલણ ઘરે પહોંચી જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો